________________
૩૪૬
રાજહૃદય ભાગ-૧૨ પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને...' એટલે ભક્તિ આદિના જાણીને. પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ રાખીશ.’ એ પણ વળતી વખતે. અને ઘણું કરીને બનશે તો. એમ.
એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હોય....’ તમને અમારા માટે ગુણ પ્રગટ્યા છે એવું ભાસતું હોય અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો;...’ એટલે શું છે ? કે તમે કઈ અનુચિત પ્રવૃત્તિ કરો છો એમ મારું કહેવું નથી. હું મારા પક્ષે વિચાર કરું છું તો મને આ અપેક્ષા નથી. તમારા પક્ષે જો તમને એમ લાગતું હોય તો તમને ઠીક લાગે એમ કરવા તમે સ્વતંત્ર છો.
પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી....’ તમે મહેરબાની કરીને એનો ફેલાવો કરશો નહિ. મારી આબરૂ-કીર્તિ વધારવાનો કોઈ તમે પ્રયત્ન કરતા નહિ કે મારી પ્રસિદ્ધિ થાય એવો પણ તમે કોઈ પ્રયત્ન કરતા નહિ. મારા વિષે ચર્ચા કરતા નહિ. હવે તમે જે આવી ગયા એ આવી ગયા નજીકમાં. કેટલીક પાત્રતા એમણે જોઈ છે. એ પાત્રતાવશ એમની એમના પ્રત્યે કરુણા પણ છે. પણ એ બધી વાતની અંદર અંદરના પુરુષાર્થને અને બહારની પ્રવૃત્તિનું જે Adjustment છે એ ઘણો સૂક્ષ્મ અને બહુ સમજવો થોડો સૂક્ષ્મ પડે એટલા માટે એ સૂક્ષ્મ હોવા છતાં પણ એ સમજવા યોગ્ય છે કે એ કેવી રીતે પોતે એ વિષે વિવેક કરે છે.
યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી...’ ચોખ્ખું લખે છે. કેવો ઉદય છે ? ચોથા ગુણસ્થાને જે અવિરતિરૂપ ઉદય છે એની અંદર બધા જ સંસારના કાર્યો જે છે એ પ્રકારનો ઉદય છે. જેવો મનુષ્યગતિમાં સામાન્યપણે બધાને હોય એવો ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તોપણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે;..' લોકોને એ વાત સમજાય એવી નથી. સહેજે ન સમજાય એ અમારો ખ્યાલ છે. સમજવી કઠણ પડે એવી છે અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય;...' તો એવા જીવોને વિરાધના થાય.
કેમકે એક બાજુથી તો તમારા લોકો તરફથી એને એમ જાણવા મળ્યું હોય કે ભાઈ આ જ્ઞાનીપુરુષ છે, તમારે લાભ લેવો હોય તો લેવા જેવું છે. બીજી કોરથી ‘મુંબઈ’ જેવું શહેર છે. એમ થાય કે લાવને એમની દુકાન બાજુથી નીકળીએ. જ્ઞાની બેઠા બેઠા શું કરે છે જોઈએ તો ખરા. ત્યાં કાંઈ દુકાને માળા લઈને તો બેઠા ન હોય કે પદ્માસન