________________
પત્રાંક-૬ ૨૯
૪૦૭. પ્રતીતિ આવે કે આ જાતિસ્મરણજ્ઞાન બરાબર લાગે છે. મને પણ આવા ચિલો મારા ભાવમાં ઉત્પન્ન થાય છે. એ વિષય જાતિસ્મરણજ્ઞાનના વિષયમાં એટલે કે પૂર્વભવના વિષયની અંદર સ્પષ્ટીકરણ આપ્યું છે. અને એ સ્પષ્ટીકરણ પોતાના અનુભવ ઉપરથી એમણે આપ્યું છે).
બીજો પ્રશ્ન - જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું?” તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો – જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે. ખરેખર આત્મા મરતો નથી. એ તો કહેવાની વાત છે. સ્થૂળ દેહનો વિયોગ થાય છે, બીજા સ્થૂળ દેહનો સંયોગ થાય છે. એક દેહનો વિયોગ અને બીજા દેહનો સંયોગ. વિયોગ થયો તેનું નામ મરણ પાડ્યું. બીજા દેહનો સંયોગ થયો તેનું નામ જન્મ રાખ્યું. આત્મા તો જભ્યો પણ નથી અને આત્મા મર્યો પણ નથી.
જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. પેલી સંપૂર્ણ હાનિ થઈ ગઈ. આયુષ્યની સંપૂર્ણ હાનિ થતા સ્થૂળ દેહ પણ છૂટી ગયો. એમ આયુષ્યની ક્રમશઃ હાનિ થાય તોપણ એ એક જાતનું મરણ છે. મરણ સમીપતા પણ એક જાતનું મરણ છે. તે સમયે સમયે મરણ કહેવાયોગ્ય છે. આ મરણ તે વ્યવહારનયથી કહેવાય છે; વ્યવહારનયથી કહેવાય છે એટલે શું? કે નિશ્ચયથી મરણની વાત જુદી છે અને વ્યવહારથી મરણની વાત જુદી છે. આયુષ્યકર્મના ક્ષય સાથેનો સંબંધ બતાવીને એને મરણ કહ્યું. માટે તે વ્યવહાર છે. બીજાના સાથેનો સંબંધ તે વ્યવહાર. પોતાના અને પોતાના વિષયમાં વાત થાય તે નિશ્ચય. એમ “સ્વાશ્રિતો નિશ્ચય: પશ્રિતો વ્યવહાર:' એવું જે સૂત્ર છે એ પ્રમાણે અહીંયાં પણ સમજવું.
આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે,” નિશ્ચય મરણ માટે. ગુજરાતી સમજમેં આયેગી ? હિન્દી છે. વ્યવહારમરણ દેહત્યાગ ઔર નિશ્ચયમરણ દેહત્યાગમેં વ્યવહાર પ્રાણ કા અભાવ હોતા હૈ, નાશ હોતા હૈ. શ્વાસોશ્વાસ, આયુ, પંચેન્દ્રિય, મન, વચન, કાયા કા યોગ.યે દસ પર્યાપ્તિરૂપ જો વ્યવહાર પ્રાણ હૈ, દસ પ્રાણ જિસકો કહતે હૈ, ઉસકા વિયોગ હોને સે ઉસકો વ્યવહારમરણ કહતે હૈં.
નિશ્ચયમરણ કિસકો કહતે હૈં? ભાવપ્રાણ કા નાશ હોતા હૈ ઉસકો નિશ્ચયમરણ