________________
૪૦૬
રાજહૃદય ભાગ-૧૨ પોતાના પૂર્વભવના સ્મરણને વ્યક્ત કરતા હોય. ધારો કે એમાં કોઈ સાચા હોય અને કોઈ સાચા ન હોય. પણ પોતાના માન, પ્રતિષ્ઠા, પ્રતિભા આદિ વધારવાને કારણે શાસ્ત્રમાં આ જે વિષય ચાલ્યો છે એ વિષયનો કોઈ ગેરલાભ ઉઠાવવા માગે તો એવી. વાત કરતા હોય કે પૂર્વભવમાં અમે આમ હતા. પૂર્વ ભવમાં અમે આમ હતા. પૂર્વ ભવમાં અમે આમ હતા. પૂર્વભવમાં અમારું આમ હતું. જગતમાં આવો પણ સંભવ થાય છે. તો કહે છે કે કોઈ એવા જાતિસ્મૃતિજ્ઞાનની પ્રકૃતિને જાણનારા વિચારવાન હોય છે અને જ્ઞાની પણ હોય છે અને જાતિસ્મરણ જ્ઞાનવાળા પોતે પણ હોય છે. એના ઉપરથી એ નક્કી કરી શકે કે આ આત્માને પણ આવું જાતિસ્મરણ સંભવે છે અથવા આ આત્માને જાતિસ્મરણ સંભવતું નથી. પણ કાંઈક બીજા હેતુથી આ બધી વાત ચલાવાતી હોવાનું એમને લાગે છે. આવો પણ સંભવ બને છે.
જોકે મુમુક્ષુને આ વિષય એટલો પ્રયોજનભૂત નથી. એ વાત રાખીને વિચારવાનું છે કે આ વિષય મુમુક્ષુને એટલો પ્રયોજનભૂત નથી. જાણવાનો વિષય છે. પરમાર્થે આનો કોઈ ઉપયોગ નથી. પ્રયોજનભૂત નથી એટલે શું ? કે પરમાર્થે આને સમજવાનો, જાણવાનો કોઈ ખાસ ઉપયોગ નથી. તેન જાણે તોપણ પરમાર્થના માર્ગે જીવ વળી શકે છે. જાણે તોપણ પરમાર્થના માર્ગે વળી શકે છે માટે અપ્રયોજનભૂત છે. આ તો કેટલા પડખેથી ખુલાસો કર્યો છે એટલું વિચારવાનું છે.
અથવા જાતિસ્મૃતિ' હોવી સંભવે છે અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વભવે આવ્યો છે. વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. એ બીજાને પણ સ્મૃતિ થવાનું નિમિત્ત બને છે. તે પોતે વિશેષપણે બહુ પ્રસંગમાં આવ્યા હોય, પરિચયમાં આવ્યા હોય અને એને વાત કરે કે આમ બન્યું હતું... આમ બન્યું હતું.... આમ બન્યું હતું... એના ઉપરથી કોઈને ખ્યાલ આવી જાય. પ્રતીતિ આવે કે બરાબર આમ બન્યું હોવું જોઈએ, ‘ગુરુદેવના વિષયમાં આ વાત મેળ ખાય છે. ગુરુદેવને જાતિસ્મરણ જ્ઞાન નહોતું પણ કેટલાક ભાસ અને સ્વપ્ન ઉપરથી એમને કાંઈ ને કાંઈ એવું લાગતું હતું કે કોઈ અસાધારણ ભાવો આવે છે પણ કાંઈ સ્પષ્ટીકરણ થતું નથી. પૂજ્ય બહેનશ્રીએ જાતિસ્મરણશાનથી એનો ખુલાસો આપ્યો. આ પ્રકાર પૂર્વભવનો છે. કે એમને પ્રતીતિ આવી કે બરાબર છે એમ હોવું જોઈએ.
એ છેલ્લો પ્રકાર આ લીધો. જેના વિષે કહે એને જાતિસ્મરણ ન હોય. કહેનારને જાતિસ્મરણ હોય. અને બીજાને કેટલાક પોતાના વર્તમાન પરિણામો ઉપરથી એવી