Book Title: Raj Hriday Part 12
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 431
________________ ૪૧૪ રાજદ્દ ભાગ-૧૨ ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષયોપશમ થાય છે. તથાપિ ક્ષયોપશમદશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સવગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન, દર્શન થતાં નથી, કેમકે શક્તિનું તેવું તારતમ્ય સત્ત્વ)નથી, કે પાંચે વિષય સવગે ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તો સામાન્ય ક્ષયોપશમ, અને તે પણ ઇન્દ્રિય સાપેક્ષ ક્ષયોપશમનો પ્રસંગ છે. અમુક નિયત પ્રદેશમાં જતે ઇંદ્રિયલબ્ધિનું પરિણામ થાય છે તેનો હેતુ ક્ષયોપશમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છેકેનિયત પ્રદેશે (અમુક મર્યાદા-ભાગમાં) અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારુ તમામ પ્રદેશ તેતરફ ખેંચાતા હશે ?જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તેનો સંક્ષેપમાં ઉત્તર તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વપ્રદેશમૂચ્છગત સ્થિતિ પણ ભજે છે, અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમદ્વાર આદિએક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાનો હેતુ પણ અવ્યાબાધ નામનો જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીતરાયના ક્ષયોપશમનું સમવિષમપણું હોય છે. આવાં પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે, અને તેવાં પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત્ ઇચ્છા પણ રહે છે; તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. અને કોઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે; તોપણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધનથી.

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450