________________
૪૨૨
રાજહૃદય ભાગ-૧૨ નહીં હો રહી હૈ. ઉસકો તો પતા હી નહિ ચલતા. ઐસે હો જાતે હૈં. કૈસે હો જાતે હૈં? ભીતરમેં સે આનંદ બહુત આતા હૈ. તેજી સે Current ચલતા હૈ. આનંદકા Current ચલતા હૈ. તો દૂસરી-દૂસરી બાતોંકા પતા નહીં ચલતા હૈ. ઉતની વીતરાગતા હો જાતી હૈ, ઉતનામોહક્ષય હો જાતા હૈ. ઐસી બાત હૈ. (સમય હુઆ હૈ...)
જ્ઞાનીને પણ આત્મદશાને ભુલાવે તેવા ઉદય, ઉદયમાં આવે છે, પરંતુ તેને સમભાવથી વેદીને અધિક નિર્મળતા પ્રાપ્ત કરવાની જ્ઞાનીની રીત હોય છે. મુમુક્ષુનો. પ્રયાસ પણ તથારૂપ હોવો યોગ્ય છે. ગમે તેવા ઉદયમાં જાગૃતિ ન છૂટવી જોઈએ. અભિપ્રાયની દઢતાપૂર્વક પ્રયત્ન થવો ઘટે, તો અવશ્ય સફળતા મળે.
(અનુભવ સંજીવની-૧૪૯)
એક ગુણને અનંત ગુણનું રૂપ છે. તેમાં સર્વશ. શક્તિને અસ્તિત્વનું રૂપ છે, તે સર્વજ્ઞ શક્તિની હયાતીથી સમજાય છે, પરંતુ અસ્તિત્વગુણને સર્વશપણાનું રૂપ દેખાતું નથી, તેથી ઉક્ત સિદ્ધાંત માટેની સમસ્યા ઊભી થાય છે. તથાપિ એમ વિચારવામાં આવે કે જે સર્વશપણાનું અસ્તિત્વ છે તે’ અસ્તિત્વને સર્વશપણાનું રૂપ હોવું ઘટે છે, જેમકે પરમાણુનું અસ્તિત્વ જડ રૂપે છે અને જીવનું અસ્તિત્વ ચેતનરૂપે છે, આ પ્રકારે ઉક્ત સિદ્ધાંત સમજવો સુગમ થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૯૫)