________________
પત્રાંક-૬૩૦
૪૧૩
ઇંદ્રિયની લબ્ધિનો ક્ષયોપશમ હોય છે. તે ક્ષયોપશમની શક્તિ અમુક વ્યાપતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ-ઇંદ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં, કેમકે ચક્ષુ-ઇંદ્રિયની ક્ષયોપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્
યોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોયતો ચક્ષુથી દેખાઈ શકતી નથી; તેમ બીજી ઇંદ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સૂંઘી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે.
બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં, આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે, તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાનડીએ સાંભળી શકાય છે. બીજી ગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક ગોએથી ગંધ પરીક્ષા થાય; અમુક જગોએથી રસની પરીક્ષા થાય; જેમકે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે?’ તેનો સંક્ષેપમાં ઉત્તરઃ
જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગટ્યાં હોય તો સર્વપ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વભાવનું જ્ઞાયકપણું હોય; પણ
જ્યાં ક્ષયોપશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાનદર્શનની ક્ષયોપશમશક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત પ્રગટ થાય છે; તેથી વિશેષ ક્ષયોપશમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને