________________
પત્રાંક-૬૨૯
તા. ૧૧-૨-૧૯૯૧, પત્રાંક - ૬૨૯ ૬૩૦ પ્રવચન નં. ૨૮૦
૪૦૫
...
ઉપરનો Paragraph. જાતિસ્મરણનો વિષય સ્પષ્ટ કર્યો છે પ્રશ્નના ઉત્તરરૂપે. પ્રશ્ન એ પ્રકારે છે કે જાતિસ્મરણ જ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે જોઈ શકે ? તેનો ઉત્તર આપ્યો છે. જેવી રીતે નાનપણની સ્મૃતિ ગઢપણમાં થાય છે એવી જ રીતે પૂર્વભવનું ... એવા ભવમાં એ પ્રસંગનું ભાસ થાય છે અથવા સ્મરણ થાય છે. પોતાના વિષેનું પણ સ્મરણ થાય છે, બીજા જીવ અને અજીવ વિષયનું પણ સ્મરણ થાય છે. એમ બન્ને પ્રકારે સ્મરણ થાય છે. એને પોતે પણ સમજી શકે છે. બીજા કોઈ એવા સમજી શકે છે. કોઈ એવા બીજા... અથવા બીજાઓ ક્યારે સ્વીકારે છે ? કે આ જ ક્ષેત્રમાં એવું કાંઈ પૂર્વભવનું કોઈ ચિહ્ન હોય. ત્યાં ગયા વિના કહેવામાં આવે તો લોકોને પ્રતીતિ આવે. કહેનાર બરાબર છે, એ કહે છે એ જ પ્રમાણ પોતે ગયા નથી. કેમકે દસ-બા૨ વર્ષનું બાળક હોય એને ... પોતે કોઈ દિવસ ગયો નથી. જવાની કોઈ ... પરિસ્થિતિ દેખાતી નથી. છતાં ત્યાંની વાત કરે છે. ત્યાં ખાત્રી કરતા એ વાત મળે છે. એવી રીતે જે દેશ-કાળનું નિશાન હોય અને એ નિશાન વિદ્યમાન હોય તો બીજા જીવોને પણ જાતિસ્મરણ જ્ઞાનની પ્રતીતિનો હેતુ સંભવે છે. અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતા જેનું વિશેષ જ્ઞાન છે...’ એવા મતિ-શ્રુતના લબ્ધિધારક કોઈ જ્ઞાનીઓ હોય તો એને પણ જાતિસ્મરણજ્ઞાનની, બીજાના જાતિસ્મરણજ્ઞાનની પ્રતીતિ આવી શકે છે. ત્યાં સુધી વાત ચાલી છે. Paragraphમાં નીચેથી પાંચમી લીટી. ઉપર છઠ્ઠી લીટીમાં એમ કહ્યું,
અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતા જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને ‘જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા જાતિસ્મૃતિ' હોવી સંભવે છે, અથવા...' અહીંથી (લેવાનું છે). એક વિશેષ વાત કરે છે કે, જાતિસ્મૃતિજ્ઞાન છે તેની પ્રકૃતિ એટલે સ્મરણની પ્રકૃતિ-સ્મરણનો જે સ્વભાવ, એને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ અથવા જ્ઞાનીપુરુષ હોય તે જાણે કે આ પુરુષને પણ કાંઈક આવા જ્ઞાનનો સંભવ છે. જેમકે અનેક જીવો જાતિસ્મરણ જ્ઞાન વિષે વાત કરતા હોય અને