________________
રાજહૃદય ભાગ-૧૨
૪૦૪
શ્રુતજ્ઞાનનો વિષય છે. એટલો ફેર છે. મુમુક્ષુ :– ઉપયોગમાં
પૂજ્ય ભાઈશ્રી :- હા. જ્ઞાનમાં નિર્મળતા એટલી છે કે જેને લઈને એવું ભાસ્યમાનપણું થાય છે. પ્રતિભાસે છે. જ્ઞેય અહીંયાં પ્રતિભાસે છે. અસંખ્ય અબજ ગાંવ દૂર હોય, માઈલ દૂર હોય. અબજોના અબજો માઈલ (દૂર હોય) અને અહીંયાં આત્મામાં ભાસ આવે. ક્ષેત્ર ત્યાં છે અને એનો ભાસ અહીંયાં આવે. જેમ આ ચોપડીનું ક્ષેત્ર બારીમાં પણ જ્ઞાનમાં પ્રતિભાસે છે ને ? એવી રીતે. અને બીજા ન્યાયથી એમ કહેવાય કે ઉપયોગ ત્યાં ગયો એમ કહેવાય. ખરેખર તો ઉપયોગ તો અહીંયાં જ છે. આ ક્ષેત્ર છોડીને ઉપયોગ ક્યાંય જતો નથી. પણ એનું જ્ઞાન થાય છે, પ્રતિભાસ આવે છે. જેવી ચીજ છે એવું જ ભાસે છે માટે એને પ્રતિભાસ કહેવામાં આવે છે. એવું પણ બની શકે છે. આ વાત એમણે વિશેષ કરી છે અને તે પ્રમાણ છે. એમના અનુભવ પ્રમાણ છે. બીજા જ્ઞાનીઓને પણ એવું બને છે, એમ કહેવું છે. એ જાતિસ્મરણ ઉ૫૨ થોડી વિશેષ ચર્ચા છે. Time થયો છે.
શુદ્ધ નિશ્ચયથી પોતે મૂળ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપે પરમાત્મપદે બિરાજમાન છે, પરંતુ આત્માર્થીને વર્તમાન ભૂમિકાનો અનુભવ સમજમાં પણ છે, જેમાં અત્યંત પામરતા અનુભવાય છે. આ બંન્ને વચ્ચે જે મોટો તફાવત છે, તેની યથાર્થતા સમજાતાં જીવનો પુરુષાર્થ અવશ્ય ઉપડે છે, અને પામરતાથી પ્રભુતા પ્રત્યેનું પરિણામમાં વલણ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પામરતાનો ખેદ પામરતા મટાડવા અર્થે થાય છે, (પામરતા દૃઢ કરવા અર્થે નહિ) તેમજ સ્વરૂપની સમજણ ભાવભાસન થવા પ્રેરે છે, માત્ર કલ્પિત માનવા માટે નહિ. – આમ બંન્ને વાતનો મેળ Co. ordination કરી પ્રયોજન સાધવું ઘટે છે. કોઈ એક વાતનું અસંતુલન થાય તો પ્રયોજન સધાતુ નથી, સંતુલન જાળવવા સત્સંગ જેવું ઉપકારી સાધન બીજું કોઈ નથી..
માત્ર પામરતા જ વેદાય તો નિરાશા (Depression) આવી જવાથી ઘણું નુકસાન થાય છે – પુરુષાર્થ ઉપડતો નથી. અને માત્ર સ્વરૂપનો જ વિકલ્પ કરે તો, સ્વરૂપ પ્રગટ કરવાની જિજ્ઞાસા જઉત્પન્ન ન થાય અને જીવ કલ્પનાએ ચડી જાય છે. (અનુભવ સંજીવની–૧૪૮૨)