________________
૪૦૨
ચજહૃદય ભાગ-૧૨ ઉંચાઈ સામાન્ય મનુષ્યની છે. પછી છ અને છથી ઉપરની કોઈકની હોય છે. તો છે ફૂટનો દરવાજો બનાવીએ. સામાન્યપણે. વિશેષપણે કોઈ સવા છે, સાત ફૂટ સુધીના બનાવે છે. તો એનો અર્થ શું થયો? કે આપણી જે ઊંચાઈ છે અને ચાલતા ચાલતા. આપણે આવાગમન કરતા આપણને કાંઈપણ તકલીફ ન થાય, અવરોધ ન થાય એવું નિવાસસ્થાન આપણે બનાવીએ. એમ ત્યાં મહાવિદેહમાં મોટા મોટા શરીર છે તો એના નિવાસસ્થાન પણ એના પ્રમાણમાં મોટા હોય. એ અનુભવ્યા હોય. ત્યાં એનો અનુભવ થયો હોય.
“તે અનુભવની સ્મૃતિ થઈ છેઅને એ સાંભરે છે. તે અનુભવયથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય?’ આ પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે. સાંભરે એ વાત ચાલો માનીએ. કે જેમ મોટા થયેલા હોય એને બાળપણ સાંભરે, પોતાનું નામ સાંભરે એમ પૂર્વભવ સાંભરે. પણ એ અનુભવ સાચો છે અને કલ્પના નથી થઈ એનું શું પ્રમાણ છે? એનું કોઈ ખાસ ચિલ છે? એ કેવી રીતે ખબર પડે ? આ પ્રશ્ન કેમ ઉઠાવ્યો છે ? કે કોઈ જીવોને ભાસ થાય છે કે હું પૂર્વે, ફલાણો, ફલાણી જગ્યાએ હતો. હું પૂર્વે આમ હતો, દેવ હતો અથવા તિર્યંચ હતો અથવા મહાવિદેહમાં હતો. આમ હતું, તેમ હતું. તો એને જાતિસ્મરણ છે કે એને ખાલી એવો કોઈ વિચાર આવ્યો છે, ભાસ આવ્યો છે, આભાસ આવ્યો છે? સાચું હોય તો ભાસ કહેવાય અને ખોટું હોય તો આભાસ કહેવાય. તો જાતિસ્મરણ શું? ભાસ શું? આભાસ શું? આ બધી વાત વિચાર માગે છે. એમનો પ્રશ્ન આ છે.
તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે:- અમુક અમુક ચેઝ અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે....... હવે શું છે કે અમુક પ્રકારની ચે. ચેષ્ય એટલે શું છે કે મન, વચન, કાયાના ખાસ પ્રકારના પરિણામો અથવા પુરુષાર્થ આદિનું ઉત્થાન અથવા એ જાતનો Initiative જેને કહીએ. ચેષ્ટની અંદર શું હોય છે કે માણસને અમુક પ્રકારના ખાસ તીવ્ર ભાવો થતા હોય. અથવા એનું કોઈ ચિલ મળે એને લિંગ એટલે ચિલ, તથા અમુક પ્રકારના સામાન્ય પરિણામો. એ વગેરેથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. એવું પોતાને સ્પષ્ટ ખ્યાલમાં આવે કે હું આમ જ હતો, આમ છે જ, આ વાત પાકી જ છે એમ પોતાને જેસ્મરણ થાય એ પાકું સ્મરણ હોય. પણ એની ખાત્રી બીજાને થઈ શકે અને બીજાને ખાત્રી કરાવી જ શકાય, થઈ જ જાય એનો કોઈ નિયમ નથી. એવો સિદ્ધાંત નથી કે બીજા પણ એ માની જ લે. એક જીવને