________________
પત્રાંક૬ ૨૯
૪૦૧ કેવળજ્ઞાન શું કરવા પ્રગટ ન કરું? તો એવો તીવ્ર પુરુષાર્થે ચડી જાય. કદાચ ઓલું તેરમા ગુણસ્થાનવાળું કેવળજ્ઞાન ન પ્રગટે પણ પુરુષાર્થ જો તીવ્ર થઈ જાય તો પાછું એકાવતારીપણું થઈ જાય. ૨૫ વર્ષ પહેલા અનંતમા કાળમાં કેવળજ્ઞાન પ્રગટે કે ૨૫૫૦વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પછી પ્રગટે અથવા દેવલોકના બે-ચાર સાગરનું આયુષ્ય પૂરું કર્યા પછી પ્રગટે એમાં કાંઈ બીજો મોટો ફેર એને માટે તો રહેતો નથી.
પ્રથમ પ્રશ્ન:- જાતિસ્મરણશાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે ?” જેને મતિજ્ઞાનનો ભેદ એવું જાતિસ્મરણ કે જે આગળનો ભવ, જે ભવ પૂરો થઈ ગયો અને નવા ભવમાં જીવ આવ્યો, ઈ કેવી રીતે દેખે છે? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશોઃનાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે. પોતાનું વતન હોય. નાનપણમાં વતનમાં ઊછર્યા હોય, નિશાળમાં ભણ્યા હોય. પછી મોટી ઉંમરે ઘણા વર્ષ સુધી મુંબઈમાં કે પરદેશમાં રહેતા હોય તો એને એનું ગામ યાદ આવે કે ન આવે? સ્મરણમાં આવી શકે કેન આવી શકે? કે અમારા ગામમાં અહીંયાં ચોરો છે, આ ચોરા પાસે એક લીંબડો છે. ગામની પાસે નદી જાય છે. નદી ઉપર પૂલ છે. આ કેન આવે?ભલેને બહાર રહેતા હોય.
સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને..” જાતિસ્મરણ જેને છે એવા જ્ઞાનવાનને પૂર્વભવનું ભાન (સ્મરણ) થાય છે. કદાપિ આઠેકાણે એમ પ્રશ્ન થશે.” આ જગ્યાએ કોઈ પ્રશ્ન કરે કે, પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય?” પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે.
આ ઠેકાણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું. એટલે ત્યાં શરીર જુદું હોય. આ શરીર તો ત્યાં છે નહિ. દેવલોક હોય તો દેવલોકનું શરીર હોય, તિર્યંચ હોય તો તિર્યંચનું શરીર હોય. “એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એવાત યથાતથ્ય માનીએ...” માનો કે એ વાત સાચી છે. ‘તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ..” અથવા દેવલોકાદિ નિવાસ્થાન....” મહાવિદેહમાં શરીર મોટા હોય છે. ભલે મનુષ્યને મનુષ્ય હોય. એના નિવાસ્થાન પણ મોટા હોય. આપણી ઊંચાઈના પ્રમાણમાં આપણે દરવાજા બનાવીએ છીએ. સામાન્ય રીતે છ ફૂટથી નીચો દરવાજો આપણે નથી બનાવતા. કેમકે પાંચ, સવા પાંચ, સાડા પાંચ, પોણા છ સુધીની