________________
૩૯
પત્રાંક-૬ ૨૯ અવાજને ઝીલવાનો જે જ્ઞાનનો પ્રકાર છે એ Areaની અંદર રહેલા ક્ષેત્રને જ્ઞાનતંતુ એવું નામ આપે છે. જ્ઞાનતંતુ એમ કહે છે. ત્યાં જ્ઞાનના તાંતણા છે. તાંતણા-ફાતણા નથી પણ એ જાતનો ત્યાં પ્રદેશોની અંદર ક્ષયોપશમ છે. આત્માનો જે પ્રદેશ છે ત્યાં એટલો ઉઘાડ છે. Speતંતિtypeનો-ખાસ પ્રકારનો. એ સૂંઘે પણ નહિ જોવે પણ નહિ માત્ર જે ધ્વનિ છે એનું જ્ઞાન કરી શકે. પછી અક્ષરાત્મક હોય, અનક્ષરાત્મક હોય. પણ ધ્વનિને ગ્રહણ કરવાનો ક્ષયોપશમ છે. એ જે ત્યાં અંદરના પુગલો છે અને અંતરનો કાન કહે છે. એટલે એ કાનનું અંતરંગ છે અને આ બહિરંગ છે-બાહ્ય અંગ છે. એ બધું થઈને એક કાનની પર્યાય.
એમ કેવળજ્ઞાનની એક પર્યાય. એનું બહિરંગ શું? કે લોકાલોકને જાણે તે. એને બહિરંગ કેમ કહ્યું? કે સામાન્ય માણસો પણ એને સમજી શકે. જેમ હું આ બધા ઘટપટાદિ પદાર્થો જાણે છે તો મારું જ્ઞાન મર્યાદિત છે તોપણ હું આટલા બધા પદાર્થો જાણું છું. તો મારું જ્ઞાન પૂરેપૂરું વિકસિત થઈ જાય, નિરાવરણ થઈ જાય અને મારી જ્ઞાનશક્તિ પૂરેપૂરી વ્યક્ત થઈ જાય તો પૂરેપૂરા પદાર્થો જણાય જાય. એવું એક કેવળજ્ઞાનનું સ્વરૂપ છે. અને તે બાહ્યદૃષ્ટિએ પણ સમજી શકાય છે માટે એને બાહ્ય અંગ કહ્યું. અને જે જ્ઞાનનું સ્વસંવેદનપણું છે તે જ્ઞાનનું અંતરંગ છે. કેમકે એ અંતરમાં વળ્યા પછી, જ્ઞાનને જ્ઞાન પોતે જ પોતામાં-અંતરમાં વળે ત્યારે એ અંગનું જ્ઞાન થાય છે અથવા અનુભવ થાય છે. માટે તે જ્ઞાનનું અંતરંગછે.
તો તમે કેવળજ્ઞાનના સ્વરૂપને અંતર-બાહ્ય એવા સાંગોપાંગ સ્વરૂપથી જાણો છો ? કે માત્ર જે આગમમાં કહ્યું છે કે લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન, એટલું જ તમે કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણો છો ? એમપ્રશ્ન મૂકીને મૂળ કેવળજ્ઞાનના સ્વરૂપને પોતે સ્પષ્ટ કરવા માગે છે. એ વાત છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી - એમાં શું છે કે શ્રીમદ્જીના પરિચયમાં આવ્યા પછી સોભાગભાઈને ઓલા કેવળજ્ઞાન ઉપર આકર્ષણ નહોતું. એમને તો પોતાના આત્માનું માત્ર જ્ઞાન વર્તે એનું આકર્ષણ હતું. મારે લોકાલોકને જાણીને શું કામ છે? મારે લોકાલોકના પદાર્થો જાણવાનું પ્રયોજન શું છે? મારે કાંઈ પ્રયોજન નથી. મારે તો મારા આત્માને જાણવાનું પ્રયોજન છે અને ફક્ત એક મારા આત્માને જાણું એટલે મેં તો બધું જાણી લીધું, સમજી લ્યો ને. એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ તો નિગ્રંથ પ્રવચન છે. બસ! મારે તો આટલું જ કેવળજ્ઞાન જોઈએ છે. તો કહે છે, એમ નહિ.