________________
૩૯૮
રાજહૃદય ભાગ-૧૨ એમાં ઓલા પ્રશ્નો Commonહશે કદાચ. એમ લાગે છે. એટલે તમારા જે પાંચ પ્રશ્નો છે તેમાંના ત્રણ પ્રશ્નનો ઉત્તર હું અહીંયાં સંક્ષેપમાં લખું છું.
મુમુક્ષુ –કેવળજ્ઞાનના કારણો હોય છે એ ઓળખાણને હિસાબે કે...?
પૂજ્ય ભાઈશ્રી – ના. એમાં એમને વાત શું લઈ જવી છે? કે કેવળજ્ઞાનનું સાંગોપાંગ સ્વરૂપ શું? એનું અંતરંગ જે કેવળજ્ઞાનનું છે એ કેવું છે? કે અંતરંગ એવું છે કે નિરવશેષપણે અંતર્મુખ છે. અને અત્યંત જેમાં સ્વસંવેદનનું વિજ્ઞાનઘનપણું છે. અનુભવ પ્રકાશમાં પણ આ વિષયનો સંકેત મળે છે. જ્યાં દેવ અધિકાર લખ્યો છે. ત્યાં. વીતરાગદેવનું અનંત સ્વસંવેદનપણું જોઈને સાધકજીવ પોતાના સ્વસંવેદનને વિચારે છે. એમ કરીને વાત લીધી છે. સ્વસંવેદન તો સ્વસંવેદન ચોથા ગુણસ્થાને છે. અને સ્વસંવેદન તેરમા ગુણસ્થાને છે. બે વચ્ચે તારતમ્યભેદે અનંતો ફેર છે. જાતિ ભેદે જરાય ફેર નથી. સ્વસંવેદનની એક જ જાતિ છે. પણ તારતમ્યભેદ મોટો તફાવત છે, અનંતો તફાવત છે. અહીંયાં જઘન્યભાવે જેસ્વસંવેદન ચોથા ગુણસ્થાને સ્વાનુભૂતિમાં આવ્યું, એ કેવળજ્ઞાનમાં એનાથી અનંતગુણ અસંવેદન છે અને અનંતગુણ જે સ્વસંવેદન છે એની મૂર્તિ અહીંયાં મૂકી છે, એમ કહે છે. એની મૂર્તિ બિરાજમાન છે. સ્વસંવેદનની મૂર્તિ બિરાજમાન છે. એના ઉપરથી સાધકજીવને પોતાના સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. સ્મરણમાં આવે છે અને સ્મરણ થતાં જ ભાવમાં આવિર્ભાવ થાય છે. એ વાત “અનુભવ પ્રકાશમાં દેવ અધિકારમાં લીધી છે. જિનપ્રતિમાની સ્થાપનાનો વિષય લઈને પોતે એ વાત લીધી છે).
એમ કહે છે કે કેવળજ્ઞાનનું સ્વરૂપ છે એ સાંગોપાંગ વિચારો તો તમને એનું અંતરંગ પણ વિચારમાં હોવું જોઈએ, સમજમાં હોવું જોઈએ અને બહિરંગ કે જે લોકાલોકને પ્રકાશે છે એ કેવળજ્ઞાનનું બાહ્ય અંગ છે. જેમ આ કાન છે એ કાનનું બાહ્ય અંગ છે. અને અંદરની રચના છે, પડદો છે અને ત્યારપછી અંદર પણ પાછું છે, જેને ડૉક્ટરો એમ કહે કે જ્ઞાનગ્રંથી, શું કહે છે?
મુમુક્ષુ -અંતરકર્ણ. પૂજ્ય ભાઈશ્રી:-અંતરકર્ણ. પણ એને ઓલી ગ્રંથીઓ શેની કહે છે? મુમુક્ષુ - ગ્રંથી...
પૂજ્ય ભાઈશ્રી:- હા. જ્ઞાનની ગ્રંથીઓ કહે છે ને ? જ્ઞાન શબ્દ વાપરે છે કાંઈક જ્ઞાનતંતુ. ગ્રંથી નહિ પણ તંતુ શબ્દ વાપરે છે. જ્ઞાનતંતુઓ. જ્ઞાનના તંતુ કહે છે. કેમકે એ લોકોનું રૂપીનું જ વિજ્ઞાન છે. અરૂપીનું તો વિજ્ઞાન નથી. પણ જે Areaની અંદર