________________
પત્રાંક-૬૨૯
૩૯૭
પ્રકાશક. જે આગમમાં કહ્યું છે તેવું. તેવું તમને લાગતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ ?” આ કાળમાં એવું કોઈને કેવળજ્ઞાન પ્રગટે કે કેમ ? અથવા ‘કિવા...’ એટલે અથવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે ? આ બીજો પ્રકાર વિજ્ઞાનઘનપણાનો છે-નિરવશેષ અંતર્મુખપણાનો. કેવળજ્ઞાનની અંદર આ બે જે મુદ્દા છે એ પણ એનો કહેવાનો આશય છે ? શું સમજો છો તમે ? એમ કરીને વાતને જિજ્ઞાસામાં મૂકી દીધી છે. એમને જિજ્ઞાસામાં મૂક્યા છે કે તમે વિચારો.
‘આ વાર્તા પ૨ યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન...' એટલે ઉપરનો. ઉ૫૨ જે આ ગુણ-ગુણીનો વિષય છે એ ફરીને પાછી વાત લે છે. ‘તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે.' ગુણ-ગુણીનો વિષય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી, એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો.’ અનુપ્રેક્ષા ક૨વી એટલે વારંવાર વિચારવું એને અનુપ્રેક્ષા કહે છે. વારંવાર વિચારીને એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું બની શકે તો કરશો. પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો.’ હવે એ કયા બે પ્રશ્ન છે ? એમાં પ્રથમ પ્રશ્ન જાતિસ્મરણજ્ઞાનનો છે અને બીજો પ્રશ્ન જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું ? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો. પછી ત્રીજો તો કેવળજ્ઞાનનો લીધો છે. એમ કરીને વાત લીધી છે. જોકે એમાં કેવળજ્ઞાનનો ચોથો લીધો છે. સ્પષ્ટીકરણમાં પોતે ત્રણ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે.
પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંના ત્રણ પ્રશ્નના ઉત્તર અત્રે સંક્ષેપમાં લખ્યા છે.' એ ત્રણ તો એમના પ્રશ્ન છે. પાંચ પ્રશ્નો ‘સોભાગભાઈ’એ લખ્યા છે. એમાંથી પોતે ત્રણ પ્રશ્નનો ઉત્તર આપે છે.
મુમુક્ષુ :– જે પશ્ન ઉઠ્યો છે એમાં ...
=
પૂજ્ય ભાઈશ્રી :– ૬ ૧૫ પત્રમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ, ભરતક્ષેત્રમાં આ કાળે અને જાતિસ્મરણનો કયાં પ્રશ્ન છે એમાં ? કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની..? એટલા માટે પહેલા જાતિસ્મરણનો ખુલાસો કરે છે. એટલે એ પત્ર સાથે અનુસંધાન નથી. અનુસંધાન એ પત્ર નથી.
મુમુક્ષુ :– જાતિસ્મરણ નથી બાકી બે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા બાકી બે આવે છે પાછા. પણ એટલે પાંચ જે એક સાથે છે