________________
પત્રાંક-૬ ૨૯
૪૦૩
જાતિસ્મરણ થયું હોય તે બીજો જીવ માની જ લે અને સ્વીકારી જ લે એવું ન પણ બને, એમ કહેવું છે. અને સ્વીકારે એવું પણ બને.
‘ક્વચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે;.’ હવે કોઈ નજીકનું ક્ષેત્ર હોય અને એવી રીતે.. જે જાતિસ્મરણ જ્ઞાનવાન કહે એવી વાત ત્યાં વિદ્યમાન હોય. આ જીવ ત્યાં ગયો ન હોય. આ માણસ ત્યાં ન ગયો હોય અને એ જેની વાત કરે એ ત્યાં સામે હોય જ. તો બીજાને ખાત્રી થઈ જાય છે કે આ કહે છે એની સ્મૃતિ સાચી છે. આમાં કાંઈ ફેર લાગતો નથી. એ રીતે પણ પ્રતીતિ થઈ શકે.
અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે.’ લ્યો, ઠીક ! આ એક નવો ભેદ લીધો. જાતિસ્મરણ જ્ઞાન કરતા પણ જેનું કોઈ જ્ઞાન વિશેષ છે તેઓ પણ જાણે. કોઈ જીવને એવી લબ્ધિ પ્રગટે કે એનો ઉપયોગ ત્યાં સુધી જાય. એમ કહે કે, ભાઈ ! હું તો દેવલોકમાંથી આવું છું. પહેલા દેવલોકની અંદર અમે આ જગ્યાએ અકૃત્રિમ ચૈત્યાલય છે ત્યાં જતા હતા. અને આ પ્રમાણે અમારું વિમાન હતું, આમ હતું, તેમ હતું. એને જાતિસ્મરણથી વાત કરે. અને જોઈ જીવને શ્રુતની એવી લબ્ધિ હોય અને નિર્મળતાને લઈને ઉપયોગ ત્યાં સુધી જતો હોય. તે જ્ઞાનમાં પ્રતિભાસ થતો હોય તો એ જાણી શકે કે આ જાતિસ્મરણ છે એનું સાચું છે. તે પણ જાણે.
મુમુક્ષુઃ– ગુરુદેવ’ ને ૐ
ૐ..
પૂજ્ય ભાઈશ્રી :– હા. ૐ ધ્વનિ થતો હતો. એ એમને પોતાના તીર્થંકરત્વનો ભાસ આવતો હતો, ભાસ આવતો હતો.
મુમુક્ષુ :– સીમંધર ભગવાન...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમ તો વધારે તો પૂજ્ય બહેનશ્રી'ના જાતિસ્મરણથી વધારે સ્પષ્ટ થયો. ૐ ધ્વનિ અને જે સમવસરણમાં દૈવી વાજિંત્ર સાડા બાર કરોડ વાજાં વાગે છે. એનો જે અવાજ છે એનો ભાસ પણ એમને આવ્યો હતો. બે ભાસ આવ્યા હતા. એક ભગવાનના ધ્વનિનો અને એક દૈવી વાંજિત્ર, સાડા બાર કરોડ વાજાં ત્યાં વાગે છે. એનો જે ધ્વનિ ઊઠે એ પણ એમણે સાંભળ્યો હતો. પહેલો વહેલો ‘વાંકાનેર’ ઉપાશ્રયમાં. ‘વાંકાનેર’ના ઉપાશ્રયમાં.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. સ્મરણનો વિષય છે. એટલે મતિજ્ઞાનનો વિષય છે. ઓલો