________________
૩૯૬
રાજહૃદય ભાગ-૧૨ તેરમા ગુણસ્થાને જ્ઞાન પરિપૂર્ણ વિકાસ પામે), જ્ઞાનગુણનો પરિપૂર્ણ વિકાસ થાય છે અથવા પૂર્ણપણે જ્ઞાન પરિણમે છે. પછી પ્રતિબંધ નથી જ્યાં, આવરણ નથી જ્યાં પર્યાયને એવી રીતે પૂરી શક્તિથી જ્ઞાનપ્રગટે છે. જ્ઞાનની પૂરેપૂરી શક્તિ વ્યક્ત થાય છે ત્યારે તે પર્યાયને પરિપૂર્ણ વિજ્ઞાનઘનપણું છે. સ્વસંવેદન થયું ત્યારે આત્મા પહેલોવહેલો વિજ્ઞાનઘન થયો. આ સમયસારમાં શબ્દ વાપર્યો છે. નિર્જરા અધિકાર અને કર્તાકર્મ અધિકારમાં એવા આચાર્ય મહારાજના વચનો છે કે જેમ જેમ જીવ આસવથી નિવર્તતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસવોથી નિવર્તતો જાય છે. “સમયસારમાં આવા વચનો છે.
સ્વસંવેદન થયું ત્યારે વિજ્ઞાનઘન (થયો, અને પછી પણ વધુને વધુ વિજ્ઞાનઘન થતો જાય છે. એનો અર્થ શું ? કે જ્ઞાનને જ્ઞાનનું વદન તો થયું, તે સ્વસંવેદન. તે સ્વસંવેદનમાં પણ વિજ્ઞાનઘનપણાની તારતમ્યતામાં ઉત્તરોત્તર ઉપરના ગુણસ્થાનની અંદર ફરક છે. એટલે વધુને વધુ જ્ઞાન ઘન થતું જાય છે, નિવિડ થતું જાય છે અને જ્યારે પરિપૂર્ણ જ્ઞાન પ્રગટે છે ત્યારે પરિપૂર્ણ વિજ્ઞાનઘનપણે ત્યાં પ્રગટ થાય છે. જે વેદનના લક્ષણથી ભાવભાસન થયું. પરિશિષ્ટમાં કહ્યું) કે જ્ઞાનમાત્ર...
સિદ્ધિ શેની થઈ છે સાબિતી ? સ્વસંવેદનની છે. ત્યાંથી લઈને એટલે એક અંશ સ્વસંવેદનથી લઈને અનંત અંશ સ્વસંવેદનમાં જ્ઞાનઘનપણું છે એમ કહેવું છે. તો કેવળજ્ઞાનનું સ્વરૂપ શું તમે સમજો છો ? એમ કહે છે. આવું કોઈ કેવળજ્ઞાનનું સ્વરૂપ તમે સમજો છો ? કે લોકાલોકને જાણે તે જ્ઞાન, જેનાગમમાં કહ્યું છે કે લોકાલોકને જાણે તે જ્ઞાન. આટલું જ સમજો છો ? કે બેય થઈને કેવળજ્ઞાન છે એમ સમજો છો ? તમે શું સમજો છો ? એમનો આ પ્રશ્ન છે. આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે ફરીને વાંચીએ.
“જે પ્રમાણે જેનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે.” એટલે પ્રસિદ્ધપણે જે કેવળજ્ઞાન કહેવામાં આવ્યું છે. જે આ લોકાલોકનું પ્રકાશક છે એ વાત પ્રસિદ્ધ છે. શ્વેતાંબર શાસ્ત્રોની અંદર પણ લોકાલોકને જાણનારું કેવળજ્ઞાન છે એ પ્રસિદ્ધ છે. પણ પેલાનો વિષય નથી-વિજ્ઞાનઘનપણાનો વિષય નથી. જે સમયાસરમાં છે એ વિષય નથી. એટલે કહે છે કે આગમમાં લખ્યું છે એટલું જ માનો છો ? “અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ?’ લાગે છે? એમ કહે છે. એટલે કે આ સિવાયનું બીજું છે કે એમાં લખ્યું નથી એ પણ તમે સમજો છો ? આમ ધ્યાન દોર્યું છે.
અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય.” લોકાલોક