________________
૩૪
રાજહૃદય ભાગ-૧૨ પીળા રંગની કેરી છે એના હું પાંચ રૂપિયા વધારે લઉં છું. જે લીલા રંગની કેરી છે એના પાંચ રૂપિયા ઓછા લઉં છું. તો કહે પણ મારે તો કાંઈ રંગ ખાવો નથી. લેનાર શું કહે ? કે મારે કાંઈ રંગ ખાવો નથી. મારે તો રસ ખાવો છે. તું તારે રંગ બાદ કરીને મને તું એકલો રસ આપને. હવે બોલ. મારે એકેય રંગ નથી જોતો. તારે રંગના ભાવ જુદા જુદા લેવા હોય તો મારે તો એકેય રંગ નથી જોતો. રસ જોઈએ છે. મને રસ આપી દે. તો કહે, રંગ તો સાથે જ આવશે. રંગ અને રસ જુદા છે. કેમકે રંગ તે રસ નથી અને રસતે રંગ નથી. જુદા હોવા છતાં જુદા પડી શકે નહિ એવા જુદા છે. કેમકે બંનેને આધારભૂત એવું એક દ્રવ્ય છે. બંનેના આધારે રહેલા આધેય છે, આધાર લેવાને યોગ્ય છે અને આધાર તે દ્રવ્ય છે. એ રીતે. એમ જુદાપણું અને નહિ જુદાપણું. ભેદપણું અને અભેદપણું એક પદાર્થમાં દ્રવ્ય-ગુણને આ પ્રકારે છે. અને તે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે એટલે બંધારણનો આ રીતે યથાર્થવિચાર કરવા યોગ્ય છે.
ચોથો પ્રશ્નએ ચાર પ્રશ્ન છે ને ? એમાં ત્રીજો પ્રશ્ન ગુણ-ગુણીનો હતો. હવે ચોથો પ્રશ્ન કહે છે કે, “કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તેનો ઉત્તર એમ લખ્યો કેઃ પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવાયોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે હવે મારે તમને જે વિચારમાં પ્રેરવા છે, જે વિચાર બાજુ દોરવા છે એ માટે વાત કરે છે કે તમે એટલું ગ્રહણ કરશો કે એટલે મારા પ્રશ્નને આ રીતે ગ્રહણ કરશો કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ?કિવા જેનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે? આ વાત ઉપર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
હવે કેવળજ્ઞાનનો પ્રશ્ન આપણે વિચારીએ કે કેવળજ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ ? તો “સોભાગભાઈએ ઉત્તર લખ્યો છે કે “પ્રમાણથી જોતાં તે હોવા યોગ્ય છે.” હવે કેવળજ્ઞાન એમણે કહ્યું કહ્યું? કે નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળજ્ઞાન તે, દેહછતાં નિર્વાણ.” નિજસ્વભાવનું જમાત્ર જ્ઞાન હોય. કેવળ એટલે માત્ર નિજ સ્વભાવનું જ્ઞાન હોય. અને એ જ્ઞાનનું શેય નિજ સ્વભાવ સિવાય કાંઈ ન હોય. એટલે એનું નામ કેવળ. કેવળ એટલે માત્ર એવું જે કેવળજ્ઞાન તે આ કાળમાં કોઈને