________________
પત્રાંક-૬૨૯
૩૯૩
જુદા જુદા છે. એક એક રૂપિયો છૂટો પડે છે. જ્યારે આત્મામાં ગુણ. ગુણનો સમુદાય આત્મા છે. તો કહે ગુણો જુદા જુદા છે ? નહિ. સર્વ ગુણો દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપકભાવે છે. મુમુક્ષુ :- ... દૂધ ને પાણી બે જુદું પડી જાય છે. ગોળ અને ગળપણ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ગોળ અને ગળપણ બરાબર છે. ગોળ અને ગળપણ છે. ગળ્યાપણાનો ગુણ. ગોળનો ગળ્યાપણાનો ગુણ. અહીંયાં ગળપણની પર્યાય નથી લેવી. કા૨ણ કે પ્રશ્ન એટલો જ ઉઠાવ્યો છે કે ગુણ સમુદાયો દ્રવ્યં’. જો આટલી વાત છે, તો કે ગુણનો સમુદાય તે જ દ્રવ્ય છે ? કે દ્રવ્યત્વ કાંઈ બીજું સમજવા યોગ્ય છે ? આ સિવાય પણ દ્રવ્યત્વ એ કાંઈ સમજવા યોગ્ય છે. તો કહે છે, હા. દ્રવ્યત્વ સમજવા યોગ્ય છે. કેમકે ગુણ તે ગુણ છે, ગુણ તે દ્રવ્ય નથી.
મુમુક્ષુ ઃ– જુદું સમજવા છતાં જુદું નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– ગુણપણું છે તે દ્રવ્યપણું નથી. શું મુદ્દો છે ? કે જે ગુણપણું છે તે દ્રવ્યપણું નથી. બધા ગુણો એટલા દ્રવ્યો થઈ જાય. જેટલા ગુણો છે એટલા દ્રવ્ય થઈ જાય. પણ બધા ગુણોનું એકરૂપ, બધા ગુણોનું આત્મીયપણું તે આત્માપણું છે અને એને દ્રવ્યપણું અહીંયાં કહેવામાં આવે છે.
માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે.' આ રીતે પોતાને જેટલું સમજમાં આવે એટલી એની પરિચર્યા એટલે ચારે પડખેથી એની ચર્ચા કરવી જોઈએ એમ કહેવું છે.
મુમુક્ષુ :– ગોળને ગળપણ પણ છે એને ખારાશપણું પણ છે. એ જે જુદા જુદા છે એટલે એ રીતે....
પૂજ્ય ભાઈશ્રી :- ગળ્યાપણું છે એ એનો ગુણ છે પણ ખારાપણું ગુણ નથી. એટલે બીજી રીતે વિચારીએ કે એક સાકર છે. તો વર્ણપણું પણ એમાં ગુણ છે. ભલે સફેદ એની પર્યાય છે. પણ આપણે સફેદ કે પીળી સાકર છે એ પર્યાયને નથી વિચારવી. કેમકે પીળી પણ સાકર હોય અને સફેદ પણ સાકર હોય. પણ વર્ણપણું અને ગળ્યાપણું એટલે રસપણું અને વર્ણપણું એ જુદા પણ છે અને જુદા ન પડી શકે તેનું કારણ કે દ્રવ્યપણું છે.
એક માણસ Fruit market માં કેરી લેવા જાય. ત્યાં કેરી બે જાતની છે. એક પીળી છે અને એક લીલી છે. બે રંગની છાલ આવે છે. બંને મીઠી છે. પેલો વેચનારો માણસ એમ કહે છે, કે બંને સરખી મીઠી છે પણ જો તમારે લીલા રંગની કેરી લેવી હોય અને પીળા રંગની કેરી લેવી હોય તો ભાવમાં એક કીલોએ પાંચ રૂપિયાનો ફરક છે. જે