________________
પત્રાંક-૬૨૯
| ૩૯૧ આધારપણું છે. દ્રવ્ય અને ગુણોમાં એટલો ફરક છે. દ્રવ્ય અને ગુણમાં આટલો ફરક છે કેગુણો છે તે આધેય છે અને દ્રવ્ય છે તે આધાર છે. હવે જુદું શું? એમ પ્રશ્ન પૂછ્યો છે.
પદાર્થમાંથી જો ગુણને બાદ કરી લઈએ છીએ તો કાંઈ મળતું નથી. ગુણો બધા લઈ લ્યો, એનો સ્વભાવ લઈ લ્યો દ્રવ્યમાંથી. અહીં દ્રવ્ય સામાન્ય લેવું છે. જો એમાંથી બધા ગુણોને જ્ઞાનમાંથી બાદ કરીએ તો પછી દ્રવ્ય શું? કાંઈ દ્રવ્ય નથી રહેતું. એટલા માટે એમ કહ્યું કે, ગુણ સમુદાયો દ્રવ્ય ગુણનો સમુદાય તે જ દ્રવ્ય છે.દ્રવ્ય કોઈ ગુણ સમુદાય પછી કોઈ ચીજ બાકી રહે છે તે દ્રવ્ય છે એમ નથી. તો જો ગુણનો સમુદાય તે જદ્રવ્ય હોય તો પછી એને ગુણનો સમુદાય જ કહો ને. દ્રવ્ય શું કરવા કહો છો ? એક ગુણ, બે ગુણ, અનંત ગુણ સાથે છે માટે એને દ્રવ્ય કહીએ છીએ. સર્વ ગુણોનું સહવર્તીપણું તેને દ્રવ્ય કહી લ્યો. તો કહે છે, નહિ. એક વિશેષતા પણ છે કે એ સર્વ ગુણોનું જેમાં એકત્વછે, જ્યાં સર્વગુણોને આધારભૂતપણું છે અને જેદ્રવ્યભાવે છે પણ ગુણભાવે નથી.
મુમુક્ષુ-દ્રવ્યભાવે છે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. જે દ્રવ્યપણે છે પણ ગુણપણે નથી. ગુણત્વ જુદી ચીજ છે, દ્રવ્યત્વ જુદી ચીજ છે. અથવા જ્ઞાનના નયપદ્ધતિથી વિચારવામાં આવે તો બહુ સ્પષ્ટ પદ્ધતિસરનો વિષય એ છે કે દ્રવ્ય છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ગુણો છે તે પર્યાયાર્થિકનયનો વિષય છે. દ્રવ્યમાં અનંત ગુણો છે એમ કહો તો એ પર્યાયાર્થિકનયનો વિષય થઈ જાય છે. કેમકે ભેદ છે. અને દ્રવ્ય છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. અથવા દ્રવ્ય છે તે અભેદનયનો વિષય છે અને ગુણો છે તે ભેદનયનો વિષય છે. એટલે એને એક Specipe character છે. Property ન કહેવાય. કેમકે બધા ગુણો એ જ Property છે. પણ વિજ્ઞાનની દૃષ્ટિએ એનું Specic character છે. એ રીતે દ્રવ્યગુણ વચ્ચે સંબંધ છે. એ રીતે દ્રવ્ય-ગુણનું સ્વરૂપ છે. જે ગુણનું સ્વરૂપ છે તે દ્રવ્યનું સ્વરૂપ નથી, દ્રવ્યનું સ્વરૂપ છે તે ગુણનું સ્વરૂપ નથી.
મુમુક્ષુ નહિતર તો આ આધાર-આધેયનો ભેદન પડે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. નહિતર આધાર-આધેયના ભેદ પણ ન પડે. અથવા કદિ એમ ન કહી શકાય કે ગુણો આધાર છે અને દ્રવ્ય આધય છે. એમ ન કહી શકાય. પણ દ્રવ્યના આધારે ગુણો રહેલા છે માટે દ્રવ્ય આધાર છે અને ગુણો આધય છે. અહીંયાં એટલું વિચારી શકાય. જે એમનો પ્રશ્ન છે એમાં સૂક્ષ્મતાથી વિચારવું હોય તો એટલું વિચારી શકાય.