________________
૩૯૨
ચજહૃદય ભાગ-૧૨ આમ તો એક સત્તામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય છે તોપણ દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, ગુણત્વ છે તે પર્યાયિત્વ નથી. પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ અને ગુણત્વ નથી. ગુણત્વ છે તેદ્રવ્યત્વ અને પર્યાયત્વ નથી. આમ એક પદાર્થમાં દ્રવ્યત્વ કેવું હોય?એનું ગુણત્વ કેવું હોય? એનું પર્યાયિત્વ કેવું હોય ? એ એક પદાર્થને વિષે જો બરાબર સ્પષ્ટ સમજવામાં આવે તો વસ્તુનુ બંધારણ જે છે એ બરાબર સમજાય છે. વસ્તુનું બંધારણ જો સમજાય તો પછી બંધારણ વિરુદ્ધ પોતાને વિકલ્પ કે વિચાર ઊઠે નહિ. અથવા તો સમાધાન થવામાં પણ એ બંધારણનો જ્યાં જ્યાં ઉપયોગ લઈ શકાતો હોય, થઈ શકતો હોય તે સમાધાન થવામાં પણ જીવને કામમાં આવે.
એટલે બાકીનું આત્માપણું શું? તો કહે છે, એ દ્રવ્યત્વ તે આત્માપણું છે, એમ કહેવું છે. અથવા અનંત ગુણો સર્વપ્રદેશે રહેલા છે. આખો આત્મા એક અખંડદ્રવ્ય છે. અભેદનયે એક પ્રદેશ છે. ભેદનયે અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશ ને પ્રદેશમાં બે નય લાગુ કરીએ તો. અભેદનયે આત્મા એક અખંડ પ્રદેશ પિંડ છે, અખંડ પ્રદેશનો પિંડ છે કે જે પ્રદેશના ખંડ ખંડ નથી. પરમાણુના માપથી પ્રદેશની ભેદકલ્પના કરીએ તો અસંખ્ય પ્રદેશાત્મક આત્મા છે. એ એક પ્રદેશને લક્ષમાં લઈએ કે આત્માપણું શું? બાકીનું આત્માપણું શું? તો એક અખંડ પ્રદેશપણે વિચારીએ તો એક અખંડ પ્રદેશમાં બધા જ ગુણો છે. અથવા ભેદથી વિચારીએ તો સર્વ પ્રદેશે અનંત ગુણો છે. આ પ્રદેશે પણ અનંત ગુણ છે... આ પ્રદેશે પણ અનંત ગુણ છે. આ પ્રદેશે પણ અનંત ગુણ છે... આ પ્રદેશે પણ અનંત ગુણ છે. બધા જ ગુણો બધા જ પ્રદેશોમાં, આખા પ્રદેશમાં, અખંડ પ્રદેશમાં વ્યાપેલા છે. એવું એક જ પ્રદેશમાં સર્વગુણોનું વ્યાપવું તે પણ આત્માપણું છે. એમાંથી તો એનું આત્મા એવું નામ થયું છે એનું.
સર્વગુણોને આત્મીયતા બહુ છે. ઘણી આત્મીયતા છે. જેમ આપણે કહીએ ને કે અમારી બે વચ્ચે આત્મીયતા બહુ છે. કોઈ વાત અમે ગુપ્ત રાખતા નથી. એવી અમારી આત્મીયતા છે. એમ આત્મીયતા બોલાય છે ને ? તો અનંત ગુણો વચ્ચે આત્મીયતા બહુ છે. કેટલાક ગુણો તો વિરુદ્ધ સ્વભાવી છે. તોપણ આત્મીયતા ઘણી છે. પરસ્પર સ્વભાવનો મેળ નહિ ખાતો હોવા છતાં આત્મીયતા ઘણી છે. આ એક આત્માનું આત્માપણું છે. એમણે પૂછ્યુંને કે આત્માપણું શું ? આવો એક પ્રશ્ન કર્યો છે. તો કહે છે, આ આત્માપણું છે.
કોથળીમાં રૂપિયા ભર્યા છે એવી રીતે એ વાત નથી કે કોથળીમાં રૂપિયા ભર્યા છે. કેમકે રૂપિયા જુદા જુદા લે છે. રૂપિયાની કોથળી. એમ કહીએ તો રૂપિયા અંદર બધા