________________
પત્રાંક૬૨૯
૩૮૯ પ્રશ્ર પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો.” પ્રશ્નમાં દ્રવ્યાનુયોગનો વિષય છે. ચાર પ્રશ્નનો જે પત્ર છે એ ઉપલબ્ધ નથી થયો એવું લાગે છે. પણ આ પ્રશ્ન દોહરાવેલો છે. ચાર પ્રશ્નમાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે...” એમ પોતે ટીકા કરી છે. અને તે સામાન્યપણે યોગ્ય છે એટલું પણ પ્રમાણ બતાવ્યું છે.
તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. એ જે બને પ્રશ્નોનો સંક્ષેપમાં ઉત્તર લખ્યો છે તે વિશેષપણે લખવા યોગ્ય છે અને સૂક્ષ્મપણે વિચારીને, સૂક્ષ્મ આલોચનથી. જુઓ ! આલોચન શબ્દ વાપર્યો છે. સૂક્ષ્મ આલોચન એટલે જરા અવલોકીને ઝીણવટથી, સૂક્ષ્મપણે અવલોકીને તે પ્રશ્ન લોચ. લોક ઉપરથી લોચ. અવલોક-આલોચ. એવી રીતે છે. તે પ્રશ્નનો ઉત્તર લખવાયોગ્ય છે. એવી રીતે લખજો. લખવા યોગ્ય છે અથવા વિચારજો. વિચારીને લખજો.
એ ચારમાં તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે:” એમ કરીને જે ઉપરનો પ્રશ્ન છે એ દોહરાવેલો છે. ૬૨૮વાળો આમાં ત્રીજો છે. ચારની અંદર. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છેઃ “ગુણના સમુદાયથી જાદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? શું પ્રશ્ન છે? આત્મામાં અનંત ગુણો છે. એ ગુણો એકસાથે રહેલા છે. સમુદાય એટલે એકસાથે રહેલા છે. તો એક સાથે બધા ગુણો રહે તે જદ્રવ્યનું સ્વરૂપ છે? ગુણીનું સ્વરૂપ છે ? ગુણના સમુદાયથી જુદુ એવું ગુણીનું સ્વરૂપ હોવાયોગ્ય છે કે કેમ ? અર્થાત્ અથવા પ્રશ્નને વધારે સ્પષ્ટ કરે છે કે બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે? આવો પ્રશ્ન હતો. ગુણનો સમુદાય તે જ દ્રવ્ય? કે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કાંઈક બીજુંદ્રવ્યનું હોવાપણું છે? આ પ્રશ્ન છે.
ગુણ સમુદાયો દ્રવ્ય-પંચાધ્યાયીમાં આ સૂત્ર આવ્યું છે. ગુણ સમુદાયો દ્રવ્યું.” જે પ્રમાણના વિષયને જ દ્રવ્ય સમજે છે અને ઘણીવાર આ પરિભાષામાં તકલીફ થાય છે કે પર્યાય તો આમાં આવી નહિ. પણ આ સૂત્ર “પંચાધ્યાયીમાં પણ છે અને પ્રશ્નોત્તરમાળામાં પણ આ વિષય લીધો છે. ગોપાલદાસજી બારૈયા' એમણે પણ આ વિષય લીધો છે. ગુણ સમુદાયો દ્રવ્ય.પ્રશ્ન એ પૂક્યો છે કે ગુણનો સમુદાયને દ્રવ્ય?કે ગુણના સમુદાયને આધારભૂત છે એવું કોઈદ્રવ્યનું સ્વરૂપ છે?પ્રશ્ન જરા સૂક્ષ્મ છે.
તેના ઉત્તરમાં એમ લખ્યું કે “આત્મા ગુણી છે. તેના ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિરક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવેક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું? તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે