________________
૩૮૮
રાજહૃદય ભાગ-૧૨
થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિસ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે.
ત્રીજો પ્રશ્ન:- કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે ? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો:
વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કિાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે; અને આવતા. કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પયય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પયય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે આ પ્રશ્ર પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે.
તા. ૧૦૨-૧૯૮૧, પત્રીક ૬૯
મક પ્રવચન . ૨૮૬
પત્ર-૬ ૨૯. પાનું-૪૭૯. અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે. ચાર પ્રશ્નો લખેલા. આગળ. પાંચ પ્રશ્નનો પત્ર) હતો પણ ચાર પ્રશ્નનો કોઈ પત્ર નથી મળતો. પાંચ પ્રશ્નમાં તો કેવળજ્ઞાન, ભરતક્ષેત્ર, સમ્યગ્દર્શન એ સંબંધીના હતા. એ પ્રશ્નનું અનુસંધાન નથી. ૬૨૮માં એક પ્રશ્ન છે કે, ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? આ