________________
પત્રાંક-૬૨૭.
૩૭૭ અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે.”
મુમુક્ષુ-જીવને વારંવાર નીચે પડવાના કારણે થાય છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. જરાક આગળ ચાલે અને વળી પાછો પડે. એક નહિ ને બીજો દોષ ઊભો થાય. બીજો નહિ ને ત્રીજો દોષ ઊભો થાય, કોઈવાર સ્વચ્છંદ વધી જાય, કોઈવાર અતિપરિણામીપણું થઈ જાય, કોઈવાર વિકલ્પોમાં ફસાઈ જાય, કોઈવાર શંકામાં ગોથા ખાય. એ બધા પડવાના કારણો છે. અથવા એને આગળ વધવા દેતા નથી. એમ ગણો. બહુનીચે ન જાય તો આગળ ન વધી શકે ત્યાં અટકી જાય.
‘ક્રિયામાર્ગે અસઅભિમાન...” હું તપસ્વી, હું સંયમી, હું દઢ-મક્કમ, ફલાણું, આમ, તેમ “અસઅભિમાન...” અથવા તો દેહની ક્રિયા કરે અને મેં કર્યું. અસદ્છેને? દેહ છે તે અસ છે. એનું અભિમાન મેં આમ કર્યું. મેં આમ કર્યું. મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલી યાત્રા કરી. એ ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ.” આટલો સંયમ પાળું છું અને આટલી તપશ્ચર્યા કરું છું એનું ફળ આગળ આવ્યા વગર રહેશે નહિ. અત્યારે ભલે આટલી દેહકષ્ટ ભોગવું પણ આગળ એનું ફળ મળશે. અને શાસ્ત્રમાં આવે. આનું ફળ દેવલોક છે, આટલું કરે તો એનું ફળ (આ મળશે), આટલા વ્રત પાળે... આ છે ને ક્રિયાકોષમાં. આટલા વ્રત પાળે એને આઠમું સ્વર્ગ મળે છે. અને ઓલાને સોળમું સ્વર્ગ મળે છે. આમાં વિમાનોમાં જાય છે, ફલાણે જાય છે. શાસ્ત્રમાં આવતું હોય છે. એસિદ્ધિમોહ.
પૂજાસત્કારાદિયોગ,... એટલે માન આપે છે. એ તો ઉપરના જ્ઞાનમાર્ગે પણ એ પૂજાસત્કારાદિ યોગ છે. કોઈનો ક્ષયોપશમ વિશેષ જોઈને લોકો એને માન, સન્માન, પૂજા, ભક્તિ એ બધું ચાલુ થઈ જાય છે. એમ ક્રિયાવાનનું પૂજા, સત્કાર, રથયાત્રા અને બહુમાન કરવું એ બધું થઈ જાય છે. બંનેમાં જ્ઞાનમાર્ગમાં પણ એ દૂષણ આવે છે, ક્રિયામાર્ગમાં પણ પૂજાસત્કારાદિ યોગનું દૂષણ આવે છે. “અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેહની ક્રિયા કરે અને એ આત્માએ કરી એવી શ્રદ્ધા. એ દોષોનો સંભવ રહ્યો છે.'
કોઈક મહાત્માને બાદ કરતાં કોઈ મહાત્મામાં આ છે. કોઈક સંસ્કારી છે અથવા કોઈ આરાધન લઈને આવ્યા છે. એવા કોઈ મહાન આત્માને બાદ કરતા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્ચય કર્યો છે. આ લોકો વિશેષ પ્રાધાન્ય આપે છે એનું કારણ એ છે. ભક્તિમાર્ગનો આશ્રય કર્યો છે અને