________________
૩૮૦
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:- ઉપદેશબોધ તો વિશેષ આવે જ. આવે જ. એ સ્વાભાવિક છે. કેમકે મુમુક્ષુ સામે બેઠા છે ને ? એટલે એ જીવો ઉપદેશને યોગ્ય છે. એટલે ઉપદેશબોધ વિશેષ આવે છે.
એટલે એ વાત એટલી મર્યાદામાં ઠીક છે કે જેને વિચારમાર્ગનું સામર્થ્ય નથી તેને ઉપદેશબોધ આપવો, તેને ભક્તિમાર્ગનો ઉપદેશ આપવો, વિચારમાર્ગનો ઉપદેશ ન આપવો. ઠીક વાત છે. “તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.” એટલે તોપણની અંદર બીજી વાત છે એમ કહેવું છે. તોપણ કહેતા એમાં કાંઈક બીજી વાત છે એમ કરીને વાત લેવી છે. એટલે એમાં શું છે કે વ્યક્તિગત રીતે મુમુક્ષુઓનો વિચાર કરવો પડે. અને આ બાજુ ઉપદેશકમાં એક વ્યક્તિને ઉપદેશ આપે છે કે સમષ્ટિગત ઉપદેશ આપે છે? એ પડખાનો પણ એણે વિચાર કરવો ઘટે છે. જો સમષ્ટિગત ઉપદેશ આપે તો એ જે ગુરુદેવશ્રીની પદ્ધતિ હતી એ પદ્ધતિ યોગ્ય હતી કે જેમાં એક જ કલાકમાં બંને વાતોનો સમાવેશ થતો હતો. બેમાંથી એકેય વાત છૂટતી નહોતી..
શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, શું કહે છે? કેટલાક પ્રશ્નો એવા હોય છે કે એ પહેલા કેટલીક વાત એને સમજાય પછી એ વાત સમજાય. એવી કેટલીક વાતો હોય છે. એટલે એમ કહે છે કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી કેવળદર્શનની શંકા શમાય છે. એમાં શું કારણ છે? ડુંગરભાઈ પોતે વેદાંત બાજુ ઢળેલા હતા. અને વેદાંતની અંદર કેવળજ્ઞાન સ્વીકારવામાં આવ્યું છે. જોકે જૈનદર્શન કહે છે એવું કેવળજ્ઞાનનું સ્વરૂપ નથી સ્વીકાર્યું પણ કેવળજ્ઞાનને સ્વીકાર્યું છે કે દર્શનને નથી સ્વીકાર્યું. અથવા જ્ઞાનોપયોગમાં પણ જ્ઞાનના ઉપયોગને સ્વીકાર્યો છે. દર્શનોપયોગને એ લોકોએ નથી સ્વીકાર્યો. એના ઉપર એ કારણને લઈને વીરસેનસ્વામીએ “ધવલના ગ્રંથોમાં મોટી ચર્ચાઓ કરી છે. વેદાંતની સામે મોટી ચર્ચાઓ કરી છે, વિસ્તારથી ચર્ચાઓ કરી છે, કે ભાઈ ! દર્શન અને જ્ઞાન બે છે. એક ચૈતન્ય સામાન્ય છે તે દર્શન છે. વિશેષ છે તે જ્ઞાન છે અને એ બંનેનો વિષય જુદો એમણે પાડી દીધો કે દર્શન તો આત્મદર્શન જ કરે છે. જ્ઞાન છે એ પરને જાણે છે. આત્માને જાણતું નથી. એના ઉપર એકમુમુક્ષુએ)બહુચલાવ્યું. પણ એમતાર્થ છે ત્યાં. પણ ઘણી વિશેષ ચર્ચાત્યાં ચાલી છે.
મુમુક્ષુ:-....