________________
પત્રાંક-૬ ૨૭.
૩૭૯ આપવો એમ છે કે એમ નથી.
સામાન્ય રીતે જ્ઞાની પુરુષોના, સત્પષોના ઉપદેશમાં બંને વાત સાથે સાથે આવતી જ હોય છે. આપણે પ્રત્યક્ષ પરિચય છે. ગુરુદેવની એક કલાકની ગમે તે ટેપ લઈ લ્યો, Surprise checking માટે. At random. ગમે ત્યાંથી એક ઉપાડી લ્યો. અને એ Tape એક કલાક વગાડો. અને પછી આ દૃષ્ટિકોણ અપનાવો. આ Angleથી જુઓ એને કે એમાં ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ બેય આવે છે કે એક જ આવે છે? બેય આવે છે. એક વ્યાખ્યાન ખાલી નહિ હોય. પણ રુચિ જેની ઉપદેશ ઉપર નથી એ એકલા તત્ત્વજ્ઞાનને અનુસરવા જાય છે. જેની રુચિ તત્ત્વજ્ઞાન ઉપર નથી એ એકલા ઉપદેશને અનુસરવા જાય છે. એ બેય ભૂલ ખાય છે. બેયનો સમાવેશ કરતા આવડવું જોઈએ. બેમાંથી એકેયને છોડવું પાલવે એવું નથી.
મુમુક્ષુ –એટલે કે પોતાનો દૃષ્ટિકોણ
પૂજ્ય ભાઈશ્રી – એણે પોતે એ વાતને ક્યાં કેવી રીતે અંગીકાર કરવી ? આ એક બહુમોટો કોયડો છે અને મહત્વપૂર્ણ કોયડો છે. બહુ મોટી સમસ્યા છે આ.
મુમુક્ષુ -વાંચતી વખતે એ જ વિચાર આવ્યો કે આ બધી વાત “ગુરુદેવે વારંવાર કીધી છે પણ મેં લક્ષમાં જનથી લીધી....
પૂજ્ય ભાઈશ્રી:-વાત તો બધી આવે જ છે. અને આવે જ. “સોગાનીજીએ સ્પષ્ટ કહ્યું ને? એમનો અનુભવ એમણે કહ્યો, કે “ગુરુદેવ કે એક ઘટે કે પ્રવચનમેં પૂરી-પૂરી બાત આ જાતી હૈ. એનો અર્થ શું થાય? પૂરી વાત આવે છે એટલે શું આવે છે કે બેય વાત આવે છે. ઉપદેશની વાત પણ આવે છે અને સિદ્ધાંતની વાત પણ આવે છે. પાંચમીવાર સમયસાર’ વાંચતા વાંચતા શું કહે ભાઈ! ઘડીકમાં આંખ મીંચાઈ જશે. આ આયુષ્ય પૂરું થાય એ પહેલા કાંઈક સમજી જા. તારી ઓચિંતી આંખ મીંચાઈ જશે. એમ કહી ધે. એનો અર્થ શું? એ ઉપદેશબોધમાં જાય છે. કે તારું આયુષ્ય છે, તારી અહીંયાં મનુષ્યસ્થિતિ છે એ અનિશ્ચિત અને અનિત્ય છે. બહુ ક્ષણવર્તી છે. એ ઉપદેશબોધમાં જાય છે. સિદ્ધાંતની વાત ચાલતા ચાલતા ઉપદેશની વાત આવ્યા વગર રહે જ નહિ. એ એક વિશિષ્ટતા છે. સહેજે સહેજે આવી જ જાય). કેમકે એમને પોતાને અનેકાંતમય જ્ઞાન પ્રવર્તે છે ને ! અનેકાંતિક જ્ઞાન છે. સમ્યજ્ઞાન પોતે જ અનેકાંતિક જ્ઞાન છે. એટલે એ જ્ઞાન અનુસારની જે વાણી છે એમાં એ પ્રકાર આવ્યા વિના રહે જ નહિ.
મુમુક્ષુ -...જો કરવાનું કહેતો ઉપદેશબોધ વધારે...