________________
પત્રાંક-૬ ૨૭.
૩૮૧ પૂજ્ય ભાઈશ્રી:- જ્ઞાન છે એ પરને જાણે છે અને દર્શન છે તે આત્માને દેખે છે. આવું વિધાન ત્યાં “વીરસેનસ્વામીએ ધવલ”, “જય ધવલ આદિ ગ્રંથોની ટીકામાં કર્યું છે. જય ધવલ, ધવલ એ “ષટ્રખંડાગમની ટીકાઓ છે. એમાં એ વાત જુદા જુદા Volume માં એના ઘણા ભાગ છે ને ? એમાં જુદા જુદા ગ્રંથમાં પહેલા ભાગમાં આવે છે. પછી બીજા પણ ઘણા ભાગમાં આવે છે.
મુમુક્ષુ – સોળ ભાગ છે ને? પૂજ્ય ભાઈશ્રી – હા. કુલ બધા ત્રણે થઈને ૩૧ છે. ધવલ”, “જય ધવલ” અને મહા ધવલ એ થઈને ૩૧ ભાગ છે. એમાં એ વિષય મતાર્થને હિસાબે આવે છે. જ્ઞાન આત્માને જાણે જ નહિ અને એકાંતે એવી વાત ત્યાં કહેવાનો અભિપ્રાય નથી. અને એ અધ્યાત્મના વિષયમાં તો બિલકુલ ચાલે એવું નથી.
મુમુક્ષુ -મુખ્ય-ગૌણ...?
પૂજ્ય ભાઈશ્રી – એમાં મુખ્ય-ગૌણનો પણ પ્રશ્ન નથી. ત્યાં તો વાત જમતાર્થની સામે છે કે ત્યાં દર્શનઉપયોગને સિદ્ધ કરવો છે. એટલા માટે એટલી હદ સુધી એ વાતને લઈ ગયા છે. બાકી દર્શનઉપયોગનો વિષય પણ આત્મા અને પર બને છે અને જ્ઞાનોપયોગનો વિષય પણ આત્મા અને પર બને છે. સિદ્ધાંતિક રીતે તો એમ છે. કેમ ? કે કોઈ પણ પદાર્થને જાણતા પહેલા દર્શનોપયોગ થઈ આવે છે. મતિજ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જ તે મતિજ્ઞાનનો જે વિષય થાય એ પહેલા દર્શનોપયોગનો વિષય થઈ જાય છે કે જે એની સામાન્ય સત્તાને સ્વીકારી લે છે, વિષય કરી લે છે. એટલે એ બંનેનો સ્વપઅકાશક સ્વભાવ છે. દર્શનનો પણ સ્વપપ્રકાશક સ્વભાવ છે અને જ્ઞાનનો પણ સ્વપપ્રકાશ સ્વભાવ છે. ખરેખર તો એમ છે.
મુમુક્ષુ-દર્શન એટલે શ્રદ્ધા?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. અહીંયાં એ વાત નથી. અહીંયાં દર્શનઉપયોગની વાત છે, ઉપયોગની વાત છે. શ્રદ્ધાનો વિષય તો એકાંતે પોતાનો શુદ્ધ પારિણામિકભાવ આત્મા છે એટલો જ છે. સમ્યકશ્રદ્ધાનો વિષય. અને એની મિથ્યા-ઊંધી અવસ્થામાં મિથ્યાશ્રદ્ધાનો વિષય એને છોડીને બાકી બધું છે. પારિણામિકભાવને છોડીને બધું છે). એટલે બે જ ખાતા પડે છે : સ્વ અને પર. સ્વમાં ત્રિકાળી શુદ્ધ આત્મા પરમપરિણામિકભાવ જ્ઞાયકતત્ત્વ તે સ્વ. એની શ્રદ્ધા તે સમ્યફ શ્રદ્ધા. એ સિવાયનું બાકી બધું તે પર. એની શ્રદ્ધા તે મિથ્યાશ્રદ્ધા. શ્રદ્ધામાં ત્રીજો પ્રકાર નથી. કાં શ્રદ્ધા સમ્યફ હોય કાં શ્રદ્ધા મિથ્યા હોય. એના બે ખાતા છે. એના બે વિષય છે. સ્વ અને પર.