________________
રાજય ભાગ-૧૨
૩૮૪ ગુણસમુદાયો દ્રવ્ય આપણે પ્રશ્નોત્તરમાં પણ એ વાત લીધી છે.
વચમાં “વઢવાણમાં (એક મુમુક્ષુએ) આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગુણનો સમુદાય તે દ્રવ્ય એ દ્રવ્યની વ્યાખ્યા જખોટી છે. પછી વાત કરી કે આ ભાઈને પંચાધ્યાયી વંચાવી દેજો. પાછું એનું શું એ વળી છાપામાં લખે એટલે બધાને ઘરે ખોટે ખોટું ઊંધુ પહોંચી જાય. ગુણનો સમુદાય તે દ્રવ્ય એવું હોય જ નહિ. ભાઈ ! એ સૂત્ર છે. “ગુણ સમુદાયો દ્રવ્ય એ સૂત્ર છે. “સત્ લક્ષણં દ્રવ્ય સત્તા એ દ્રવ્યનું લક્ષણ છે. એમદ્રવ્યની તો અનેક પ્રકારે વ્યાખ્યા થાય છે. એ બધી વ્યાખ્યાઓ બરાબર છે. પાછી એકેય વ્યાખ્યાઓ ખોટી નથી. બધાને દ્રવ્યને કહેવાનો Angle જુદો જુદો છે. આ ગુણની પ્રધાનતાથી દ્રવ્યને કહ્યું. પર્યાયની પ્રધાનતાથીદ્રવ્યને કહ્યું.
ત્યાં “ઘાટકોપરની શિબિરમાં વિદ્વાનોની ગોષ્ઠીમાં વાત ચાલી હતી કે દ્રવ્ય કોને કહેવું?કે સત્ લક્ષણં દ્રવ્યું.” કીધું, ભાઈ ! એ તો ચાર વ્યાખ્યા આવે છે. એ વખતે ચારે યાદ હતી અત્યારે તો બે જ યાદ આવે છે. ચારે ચાર કઈ? ચારેય બરાબર છે. ચારેયની આવિવિક્ષા છે, આ અપેક્ષા છે. એનો અર્થ શું છે? કે.
અહીંયાં જરા એમણે પ્રશ્ન સૂક્ષ્મ પૂક્યો છે. આ પ્રશ્ન થોડોક વધારે સૂક્ષ્મ છે. અને એની ચર્ચાએ નીચેના પત્રમાં પાછા પોતે કરે છે. અહીંયાં પણ પોતે ચર્ચા કરે છે ખાલી. પ્રશ્નચર્ચા કરે છે. ઉત્તર નથી આપતા. એટલે એ પ્રશ્નની સૂક્ષ્મતા વધારે પ્રદર્શિત કરે છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ ? કે ગુણના સમુદાય તેટલું જ ગુણીનું સ્વરૂપ છે? એમ કહેવું છે. ગુણના સમુદાયથી કાંઈ જુદું ગુણીનું સ્વરૂપ છે? કે ગુણના સમુદાયરૂપ જગુણીનું સ્વરૂપ છે? આ પ્રશ્ન પ્રત્યે જોતમ વગેરેથી બને તો વિચાર કરશો.” તમારાથી બને શકે તો આ પ્રશ્ન ઉપર તમે લોકો વિચાર કરજો.
શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. એમને ખાસ યાદ કરે છે. કેમકે એ જરા વિચારતા હતા વધારે અને વેદાંતની અંદર પદાર્થને આ રીતે ગુણ-ગુણીના સ્વરૂપે વૈજ્ઞાનિક રીતે પ્રતિપાદન નથી કર્યો. એટલે પણ એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે, કે જો વેદાંતમાં આત્મા સ્વીકારતા હોય, આત્માને બ્રહ્મસ્વરૂપ એટલે ત્રિકાળ છે એમ સ્વીકારતા હોય, ધ્રુવ સ્વીકારતા હોય તો ત્યાં ગુણ-ગુણી ભેદનું શું છે? ત્યાં એ વસ્તુ નથી, ત્યાં એ વાત નથી. બહુ બહુ તો ગુણની વાત આવે તો સત્વ, રજસ, તમસ એવા ત્રણ પ્રકારની જે અવસ્થાઓ છે એને જ એ ગુણ કહે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ મુખ્યપણે એટલી વાત ગીતામાં નાખી છે. એમાં પણ કયાંક ક્યાંક એ