________________
૩૮૨
રાજહૃદય ભાગ-૧૨ પછી કથન એમ આવે, નવ તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. પણ એ તો જ્ઞાનપ્રધાન શ્રદ્ધાનું કથન છે. એ કાંઈ શ્રદ્ધાપ્રધાન શ્રદ્ધાનું કથન નથી. એ તો આપણે તત્ત્વાનુશીલન'માં છત્રીસ અપેક્ષાઓમાં લીધું છે.
શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. બીજા પ્રકારે સમજાયા પછી આ સમજાય એવું છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી.” એટલે એને અત્યારે ગૌણ કરીને અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવો આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. મારે અત્યારે મારા આત્મહિતાર્થે મારે શું કરવાનું છે ? એનો જ એમને વિચાર કરવાની જરૂર છે. આ દર્શનઉપયોગ અને જ્ઞાનઉપયોગની માથાફોડમાં એને જવાનું અત્યારે યોગ્ય નથી. એમ હળવેક દઈને કહી દીધું. એ ૬ ૨૭ પત્ર પૂરો થયો.
મુમુક્ષુ – આમાં લખ્યું કે સંક્ષેપ કરી ઉપશાંત કરે. પૂજ્ય ભાઈશ્રી:- હા. સંક્ષેપ કરવો એટલે ઘટાડી નાખવો અથવા ઉપશાંત કરવો એટલે ગૌણ કરી નાખવો. એને એકકોર મૂકી દેવો. અત્યારે નીચે મૂકી દેવો. એ વાતને અત્યારે હાથમાં ન લેવી. શાંત કરી દેવો. ઉપશાંત કરી દેવો એટલે શાંત કરી દેવો. એ પ્રશ્નને અત્યારે શાંત કરવો. એ બાબતમાં હમણા તમે શાંતિ રાખો.
મુમુક્ષુ-જીવને ખરેખર આત્માજવિશેષ નિકટ છે.
પૂજ્ય ભાઈશ્રી - નિકટ એવો આત્માર્થનો. અત્યારે મારે શું કરવા જેવું છે ? નજીકમાં. નિકટમાં મારે અત્યારે આત્મહિત માટે શું કરવું? આ એણે પહેલું વિચારવાની જરૂર છે. બીજી દૂરની વાતોનો વિચાર કરતા પહેલા. નહિ તો એવી ચર્ચા કરે. શુક્લધ્યાનમાં વિતર્કવિચારતત્ત્વ શુક્લધ્યાન કેમ કહ્યું? ત્યાં કેવી જાતના વિતર્કચાલતા હશે ? ભાઈ!તારું કામ નથી. શુક્લધ્યાનનો વિચાર કરવાનો હજી તારું ગજુનથી. એવી વગર મફતની ચર્ચા જેને કહે પોતાને પ્રયોજનન હોય એવી ચર્ચા કરે.