________________
૩૭૬
રાજહૃદય ભાગ-૧૨ છે. એ વાત પણ એમણે ૨૫૪ પત્રમાં નાખી છે. એટલે એ બહુ સહેલો, સુગમ અને વગર જોખમનો રસ્તો છે. નહિતર જોખમ ઘણું છે. કેમકે પોતાની કલ્પનાએ નક્કી કરે કે હું ઉપદેશમાર્ગે, ભક્તિમાર્ગે ચાલે અને પામું, કે પોતાની કલ્પનાએ નક્કી કરે કે હું જ્ઞાનમાર્ગે ચાલું અને પામું, કે પોતાની કલ્પના પ્રમાણે નક્કી કરે કે હું ક્રિયામાર્ગે ચાલું અને પામું.
આમાં પત્રાંક) ૬૯૩માં એમણે ત્રણ વાત લીધી છે. જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ. એમ ત્રણ વાત લીધી છે. ક્રિયામાર્ગમાં ત્યાગ લઈ લીધો. વ્રત, ઉપવાસ, સંયમ વગેરેની ક્રિયામાં પડે છે. અને જ્ઞાનમાર્ગમાં જે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. ભક્તિમાર્ગની અંદર એ પુરુષની ભક્તિ લે છે. અને એટલા માટે એમણે એમ કહ્યું કે કોઈ પૂર્વના આરાધક હોય, કોઈ પૂર્વના સંસ્કારી હોય, એવા જીવોને કોઈ વિશિષ્ટ પ્રકારના જીવોને બાદ કરતા સામાન્ય જે મુમુક્ષુજનો છે એને સપુરુષની ભક્તિ, સપુરુષની ઓળખાણ, સપુરુષની ઓથ એ એને એક સહીસલામત માર્ગ છે, સુગમ માર્ગ છે, સહેલો માર્ગ છે, ભૂલે તોપણ એને ભૂલમાંથી પાછો વાળે એવી શક્યતા ત્યાં રહેલી છે. એટલા માટે એ માર્ગને હું પસંદ કરું છું. એ માર્ગની હું સલાહ આપું છું. એમ કરીને ૬૯૩માં એલખ્યું છે. જુઓ ! આમાં હશે. આગળ જ ૬૯૩ આવશે.
મુમુક્ષુ –૫૦૪ પાને.
પૂજ્ય ભાઈશ્રી – ૫૦૪ પાને કેશવલાલ નથુભાઈ, લીંબડી ઉપર (પત્ર લખ્યો છે). “જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં...” પરમાવગાઢદશા એટલે મુમુક્ષતાની, હોં! બીજી કોઈ અહીંયાં (વાત) નથી. તીવ્ર મુમુક્ષતા આવ્યા પહેલા અથવા ઉત્કૃષ્ટ મુમુક્ષતાને પામ્યા પહેલા તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહના ઘણા સ્થાનક છે કે આવી કેમ વાતો કરી હશે ? “વિકલ્પ, વધવાની ઘણી પરિસ્થિતિ છે. કેમકે એનો નય વિભાગ બહુ મોટો છે. આ નયથી આમ અને આનાથી આમ. અપેક્ષા જ્ઞાન ને ચારેય અનુયોગની અપેક્ષાઓ જુદી. એક શબ્દના અર્થ જોતા એની અપેક્ષાઓ જુદી. એવી ઘણી ઘણી વાતો છે. એટલે વિકલ્પ વૃદ્ધિનું કારણ થાય. હવે આ તો વિકલ્પ શાંત કરવાનો માર્ગ છે, નિર્વિકલ્પ થવાનો માર્ગ છે અને રસ્તો પકડયો વિકલ્પ વધારવાનો. “સ્વચ્છંદતા' વધે. કોઈ કોઈનું કાંઈ કરી શકતો નથી. ત્યાંથી સ્વચ્છંદતાવધે.
અતિપરિણામીપણું...” થોડું કાંઈક માહિતી જ્ઞાન મળ્યું હોય, માહિતી સંપાદન કરી હોય અને એમ લાગે કે મને જ્ઞાન પરિણમી ગયું, હું તો જ્ઞાની છું. તે