________________
પત્રાંક-૬૨૪
૩૬૧
એટલે ‘સાયલા’માં ‘સોભાગભાઈ’ને લઈને ‘શ્રીમદ્જી'ની પ્રસિદ્ધિ વધારે થઈ ગઈ હતી. અને નાનું ગામ હતું. બહુ નાનું ગામ છે. આજે પણ નાનું ગામ છે. તે દિ' તો કદાચ એથી નાનું હશે. એટલે પછી આખા ગામમાં ખબર પડે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ જો ગામમાં આવે એટલે આખા ગામમાં ખબર પડે. ફ્લાણા આવ્યા છે... ફલાણા આવ્યા છે. એમને તો મુમુક્ષુઓથી આ વખતે દૂર રહેવું હતું. એમની વૃત્તિ એ હતી કે આ વખતે મુંબઈ’થી છૂટીને નિવૃત્તિ ક્ષેત્રમાં એકાંતમાં રહેવું. મુમુક્ષુને ભેગા ન કરવા. કોઈને ખબર ન આપવી. એના બદલે ઊલટાનું આ તો ધારે એના કરતા ઊંધુ થવા માંડે. અને થોડો પરિચય ઓર વધી જાય ત્યાં. એટલે એ અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે.
‘એ જ વિનંતિ.’ છે. માટે મૂળી’ રોકાશું અને ‘સાયલા' નહિ આવીએ. એક એક પ્રવૃત્તિમાં કેટલું જોખી જોખીને પગલું ભરે છે ! પોતાના પરિણામની શાનદશા છે. ઘણી સારી શાનદશા છે તોપણ પોતાના પરિણામને નુકસાન ન થાય માટે કેટલું ઝીણું ઝીણું કાંતે છે ! જગતમાં પણ માણસ એક પૈસો ખોટી રીતે ઘસાતો નથી. ચાર-આઠ આના નીચે પડી જાય તો ગોતીને લઈ લે છે કે નહિ ? ન જડે તો થોડીવાર ગોતીને પણ લઈ લે કે નહિ ? કેમકે કે ખોટી રીતે તો એક પૈસો કોઈને ઘસાવું નથી. કેમકે એ કારણ વગરનું ચોખ્ખું નુકસાન છે.
આત્માને લાભ-નુકસાનનું કારણ હોય એમાં ઝીણી નજર થઈ જવી જોઈએ. અહીંથી એમ વાત નીકળે છે કે આવી ઝીણી નજર થાય એ આત્માને બચાવે છે, એ આત્માને તારે છે, નહિતર ડૂબાડવાનું તો ચાલુ જ છે. એ ૬ ૨૩ પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૨૪
મુંબઈ, શ્રાવણ સુદ ૩, ગુરુ, ૧૯૫૧
કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી.
બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય
નથી.
૬ ૨૪. ‘લલ્લુજી’ ઉ૫૨નો પત્ર છે. બે લીટીમાં ખાલી.
‘કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી.’ પ્રતિબંધ એટલે રુકાવટ. મારી જે દશા છે એ દશામાં અમુક પ્રકારની રુકાવટ ઊભી થાય એ કરવા હું