________________
૩૬ ૨
ચજહૃદય ભાગ-૧૧ માગતો નથી. અમુક દશા સુધી પહોંચવું થયું છે. એ દશામાં હવે કોઈ અમુક પ્રતિબંધો ઊભા થાય એ હું કરી શકું એમ નથી કરી શકું એમ નથી.
દૃષ્ટાંત લઈએ તો કોઈ રાજા, ચક્રવર્તી શ્રીમંત માણસ હોય છે. એ જ્ઞાનદશામાં આવે છે, વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરીને મુનિદશા સુધી આવે. તો એ કાંઈ પ્રતિકૂળતાને લઈને તો કાંઈ સંયોગોનો ત્યાગ કરતા નથી. પણ જેસંયોગોમાં રહે છે એ પ્રતિબંધ છે. એમાં રહી શકવાની યોગ્યતા નથી હોતી માટે રહેતા નથી. રહી શકે નહિ.
જેમ કે કોઈ માણસ એમ કહે કે, ભાઈ! કલેશવાળા માણસોની સાથે અમે રહીન શકીએ. અમારી પ્રકૃતિમાં એ કલેશ સહન ન થાય તો થોડું નુકસાન ખમીને, થોડું ગમે તે પ્રકારે પ્રતિકૂળતા વેઠીને પણ પોતે દૂર થઈ જાય. એમ બને છે કે નહિ? એમ આ અંતરનો જે પોતાના પરિણામની અંદર જે ક્લેશ મટવાનો છે, ત્રણ ચોકડીનો નાશ થઈને અને એકલો મંદ એવો સંજ્વલનનો કષાય રહી જશે. તો એ રહી શકે નહિ. બધાની વચ્ચે રહી શકે એવી યોગ્યતા નથી હોતી. એટલે એવો પ્રતિબંધ કરવો કે એવો પ્રતિબંધ રાખવો એવી મારી યોગ્યતા નથી, એમ કહે છે.
કોઈ દશાભેદથી.” એટલે એવી દશાનો પ્રકાર થઈ ગયો. ભેદ એટલે પ્રકાર. એવો કોઈ દશાનો પ્રકાર વર્તે છે કે અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી. હું હવે કોઈ વિશેષ મને પ્રતિબંધ થાય એ કરી શકું એમ છું જનહિ. આમાં શું થાય છે કે જ્યારે એક માણસને, બે માણસને, પાંચ માણસને, દસ માણસને, પચ્ચીસ માણસને ખબર પડે છે એટલે એ બીજાને ખબર કરે છે. બેને ખબર પડી એણે પાંચને ખબર આપ્યા, પાંચને ખબર પડી એટલે પચ્ચીસને ખબર પડી. એમ એમના પરિચયની અંદર ચાલીસ-પચાસ માણસો આવી ગયા. એ ચાલીસ-પચાસ માણસોનો પરિચય થવા દરમ્યાન એમની દશા ઘણી અંદરમાં જોર કરે છે. અને એ અંદર બાજુની પ્રવૃત્તિમાં એ બાહ્ય પ્રવૃત્તિથી દૂર થવા માગે છે. મારે કોઈ પરિચય વધારીને બાહ્ય પ્રવૃત્તિ વધે એવું કાંઈ કરવું નથી. એટલે આવી સૂચના છે. ગૂઢ ભાષામાં આ બધી સૂચના છે. લલ્લુજીને, સોભાગભાઈને, “અંબાલાલભાઈને બધાને કે તમારે મારા વિષે ક્યાંય વાત કરવી નહિ. આગળનકહ્યું? ૬૨૧માં આવી ગયું ને?
પાનું-૪૭૭માં પહેલી લીટી. કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે. કે મુમુક્ષુઓથી પણ દૂર રહેવું. તેમ જપત્રાદિ દ્વારા પ્રતિબંધની. પત્રછે એ પણ પ્રતિબંધ છે. પત્રનો ઉત્તર લખવો એની પણ નિરિચ્છી રહ્યા કરે છે. એટલે બીજા