________________
પત્રાંક-૬૨૭
૩૬૯
મતિદોષથી અથવા મતિવિપર્યાસથી પદાર્થને અન્યથા સ્વરૂપે અવધારી લે છે એવા જીવો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જાય તો પોતાને નુકસાન કરે છે અથવા નવું ગ્રહે છે એટલે ગૃહીત મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે. એટલે દર્શનમોહની તીવ્રતા જેને વર્તતી હોય, એવા જીવે વિચારમાર્ગે આત્મહિત આરાધવાને બદલે ભક્તિમાર્ગે આત્મહિત આરાધવું જોઈએ એવો જે અભિપ્રાય સૌભાગ્યભાઈ’નો છે...
મુમુક્ષુઃ– ધારશીભાઈ’ ઉપરનો છે.
પૂજ્ય ભાઈશ્રી :– મારામાં ‘સોભાગ્યભાઈ’ લખ્યું છે. પાછળથી ... લખેલું છે. ૬ ૨૭ છે ને ? સોભાગ્યભાઈ લલ્લુભાઈ’ છે. ‘સોભાગભાઈ' છાપેલું છે. ૬ ૨૫મો પત્ર ધારશીભાઈ'નો છે. ૬૨૬મો પત્ર મુનિ લલ્લુજી'નો છે. ૬૨૭-૨૮ બેય ‘સૌભાગ્યભાઈ’ ઉપરના છે.
મુમુક્ષુઃ-...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર શંકા કરવાનો પ્રશ્ન નથી રહેતો. બરાબર છે. કેમકે એ સીધો અભિપ્રાય તો ‘સૌભાગ્યભાઈ’ લખે. બીજા મુમુક્ષુઓ એટલે સુધી નહિ પહોંચેલા કે પોતાનો અભિપ્રાય પણ ‘કૃપાળુદેવ’ને આપે કે મને આમ લાગે છે.
આત્મહિત કરવા અર્થે એનું નામ આત્માર્થે. આત્માનું હિત કરવાનું પ્રયોજન છે એનું નામ આત્માર્થ. એમાં વિચારમાર્ગ યોગ્ય કે ભક્તિમાર્ગ યોગ્ય ? આ વિષયમાં વિચાર ભેદો ઉત્પન્ન થાય છે. કોઈ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનો પક્ષ કરે છે, કોઈ પક્ષ કરે છે ભક્તિનો.
મુમુક્ષુઃ-વિચારમાર્ગ એટલે તત્ત્વનો અભ્યાસ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. સિદ્ધાંતનો અભ્યાસ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. એમ.
મુમુક્ષુ :–વિચારમાર્ગ એટલે તત્ત્વ સંબંધીનો વિચાર ? પૂજ્ય ભાઈશ્રી :- તત્ત્વસંબંધીનો વિચાર ચાલે ને.
જોકે આ વિષયમાં અત્યારે તો બે સંપ્રદાય જ સ્પષ્ટ છે કે અત્યારે જે ‘શ્રીમદ્જી’ના અનુયાયીઓ કહેવાય છે એ લોકો ભક્તિમાર્ગને પ્રધાનતા આપે છે. કેટલાક તો ખુદ ‘કૃપાળુદેવ’ના પત્ર ઉપર પણ વિશેષ વિચાર કરવાના અભિપ્રાયમાં નથી. ખાલી વાંચી જવું પણ એની ચર્ચા ન કરવી, એના ઉપર વિચાર ન કરવો, એમણે લખ્યું છે તે પર્યાપ્ત લખ્યું છે. એથી વધારે એમાંથી વાત કોઈ ઊભી કરવી એ વધારે પડતું છે. એમને Overtake કરવા જેવું છે. એવું પણ માને છે. આજે પણ.