________________
૩૬૮
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૬ ૨૭
વિવાણિયા, શ્રાવણ સુદ ૧૫, સોમ, ૧૯૫૧ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એવગેરે લખ્યું છે, તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.
શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે.
તા. ૧૬-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૨૭, ૬૨૮
- પ્રવચન ન. ૨૮૫
પત્ર-૬ ૨૭, પાનું-૪૭૮. “સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે.
આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું છે, તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.” શું કહે છે ? સોભાગભાઈએ પોતાના પત્રમાં આત્માર્થના વિષયમાં કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે સંબંધમાં પોતે એ વાતને અંશતઃ સંમત થાય છે. અને એ સિવાય કાંઈ બીજા સ્પષ્ટીકરણ, બીજા અંશમાં કોઈ વધારે સ્પષ્ટીકરણની અપેક્ષા છે એવો નિર્દેશ કરે છે.
‘આત્માર્થેએટલે આત્મ હિતાર્થે જે મુમુક્ષુજીવને આત્મહિત કરવું હોય એણે પ્રથમ વિચારમાર્ગે ચાલવું કે ભક્તિમાર્ગે ચાલવું ? વિચારમાર્ગ એટલે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને ભક્તિમાર્ગ એટલે પુરુષની ભક્તિ. અહીં સપુરુષનો વિષય લેવો. એમણે એમ અભિપ્રાય લખ્યો કે, જે મુમુક્ષુઓને વિચારમાર્ગને યોગ્ય શક્તિ નથી, સામર્થ્ય નથી એટલે એવી યોગ્યતા નથી, તત્ત્વનો અભ્યાસ કરવા જતાં પોતાના