________________
૩૬૬
રાજહૃદય ભાગ-૧૧
ધ્યાન ખેંચ્યું છે. એ ચર્ચા ઉપર જો તમારું ધ્યાન હોય, તમને યાદ એટલું રહ્યું હોય, તમે કાંઈ લખી શકવા જેવી પરિસ્થિતિ હોય તો લખી રાખજો કે વાત કાંઈક મહત્ત્વની થઈ છે. એ ધા૨શીભાઈ’ ઉ૫૨નો પત્ર છે,
પત્રાંક-૬૨૬
વવાણિયા, શ્રાવણ સુદ ૧૨, શુક્ર, ૧૯૫૧
‘નિમિત્તવાસી આ જીવ છે', એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે.
સહજાત્મસ્વરૂપે યથા.
ત્યાર પછી બે લીટીનો પત્ર છે ‘લલ્લુજી’ ઉપ૨નો.
“નિમિત્તવાસી આ જીવ છે', એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંત રૂપ લાગી શકે છે.’ એક સામાન્ય વચન એટલે એવી એક બોલણી છે. જેને સામાન્ય એટલે Common થઈ જાય. બોલવાની અંદર એ સામાન્ય હોય કે ભાઈ ! આ જીવ નિમિત્તવાસી છે. ખરેખર તો એના ઉપાદાનમાં ઘણી શક્તિ છે. જીવના ઉપાદાનમાં તો અનંત શક્તિ ભરેલી છે. પણ એની સંસાર અવસ્થામાં જીવની યોગ્યતા કેવી છે ? કે જેવા જેવા નિમિત્ત આવે, રાગના નિમિત્ત આવે ત્યારે એને રાગ થવા માંડે, દ્વેષના નિમિત્ત આવે ત્યારે એને દ્વેષ થવા માંડે. એટલે જેવા જેવા નિમિત્ત આવે એવું એવું લગભગ એ પરિણમન કરે છે અથવા ઉદયમાં અંદર જે જે પ્રકૃતિનો ઉદય આવે છે એ એમને પરિણમનમાં નિમિત્ત છે. એ રૂપે પરિણમી જાય છે. એને અનુસરીને પરિણમવા (લાગે છે). ઉદયમાં જોડાઈ જાય છે.
એવી યોગ્યતા જોઈને સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ...' જે જે પ્રસંગો થઈ રહ્યા છે તે તે પ્રસંગોમાં જે જીવની પરિણતિ જોઈએ છે ત્યારે એમ લાગે છે કે આ જે બોલણી છે એ તો સિદ્ધાંત જેવી છે. નિમિત્તવાસી જીવ છે એ તો સિદ્ધાંત જેવું થઈ ગયું છે. સંસારમાં જીવની યોગ્યતા કેવી છે ? નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત આવ્યું એ પ્રકારે એને પરિણામ થવા લાગે છે. એ જોઈને ઘણું કરીને અફર સિદ્ધાંત જે ત્રિકાળી સિદ્ધાંત છે એવી વાત નથી. પ્રાયઃ. મોટા ભાગમાં એવું બને છે. બહુભાગના સંસારી જીવો જેવા જેવા નિમિત્ત આવે તેવું પરિણમન કરે છે. અને એમ ન કરે તો નવાઈ લાગે એવું છે. એટલું બધું સામાન્ય થઈ ગયું છે. પીડા થાય, વેદના થાય ત્યારે માણસને દુઃખ જ થાય