________________
૩૬૪
રાજહૃદય ભાગ-૧૧ ત્યારપછીનો પત્ર છે એ “ધારશીભાઈ, મોરબી'. એ મુંબઈથી નીકળી અને વવાણિયા' આવી ગયા છે. “વવાણિયાથી પત્ર લખે છે. “વવાણિયા' આવતા ત્યારે મોરબીના મુમુક્ષુઓ પાછા વવાણિયા આવતા. “વવાણિયા થી મોરબી ૩૦ માઈલ દૂર છે. ૩૦કિલોમીટર જેવું છે.
મુમુક્ષુ – “મોરબી સીધી ટ્રેન હતી. પૂજ્ય ભાઈશ્રી:-હા. આજ તો વવાણિયા સુધી ટ્રેન છે. મુમુક્ષુ -ત્યાંથી ઘોડાગાડીમાં? પૂજ્ય ભાઈશ્રી:-હા. પણ ત્યાંથી ગાડામાં, ઘોડાગાડીમાં. મુમુક્ષુ - ૩૦વર્ષ પહેલા...
પૂજ્ય ભાઈશ્રી:- તે દિવસે વવાણિયા સુધી ટ્રેન હતી. તે દિવસે હતી. અમે હમણા ગયા ત્યારે કાયમ સ્ટેશન ફરવા જતા હતા. સ્ટેશન ઉપર ફરવા જતા હતા. ત્યારે યાદ કર્યા હતા કે “શ્રીમદ્જી” આ સ્ટેશને ઉતરીને આ ઘરે જતા હશે. ઘર તો એનું એ જ રાખ્યું છે. જ્યાં એમનું જન્મસ્થાન છે ત્યાં જ રાખ્યું છે. ભલે મોટું મકાન કર્યું છે. નજીક છે. એમના ઘરથી સ્ટેશનનો પાંચ મિનિટનો રસ્તો છે. પણ ટ્રેન છેક સુધી છે પહેલેથી જ. ઘણું જૂનું સ્ટેશન છે.
મુમુક્ષુ અંગ્રેજોના.
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ અંગ્રેજોના વખતની સ્ટેશનની જે પદ્ધતિ છે એ બાંધણી દેખાય આવે છે. તે દિવસે ટ્રેન હતી. છેક સુધીની ટ્રેન હતી. ‘વવાણિયા સુધીની. પણ મોરબીથી આ ધારશીભાઈ અને બીજા મુમુક્ષુ આવતા હતા. આ “મનસુખલાલ તિરથચંદ, ધારશીભાઈ”, “નવલચંદભાઈ નવલચંદડોસાભાઈ એ બધા મુમુક્ષુઓ એ જ્યારે વવાણિયા આવે ત્યારે મોરબીથી “વવાણિયા આવતા હતા. એમને પત્ર લખ્યો છે.
પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છેપર્યાય છે એ શું છે? પદાર્થનું જરૂપ છે. વિશેષ રૂપ છે. જેત્રિકાળી છે એ પદાર્થનું સામાન્ય રૂપ છે અને પર્યાય છે તે વિશેષ રૂપ છે. એમ છે. ઓલું સામાન્ય એકરૂપ છે અને આ વિશેષરૂપ છે. પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મનપર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, અને તેથી મન:પર્યયજ્ઞાન પણ જ્ઞાનોપયોગમાં ગયું છે. અને તે પણ પર્યાયાર્થિક જ્ઞાનનો વિષય છે એમ ગણીને એને જ્ઞાનોપયોગમાં ગયું