________________
પત્રાંક-૬૨૫
૩૬૩ Paragraphમાં ત્રીજી લીટી. નીચેના Paragraphમાં. “બહાર આ આત્મા સંબંધી હાલ કંઈપ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી. મારા માટેની કોઈ ચર્ચા તમારે ક્યાંય કરવી નહિ. ઠીક છે, તમે પરિચયમાં આવ્યા છો. એટલી મર્યાદા ઘણી છે. હવે તમારે કોઈને મારી ચર્ચા કરવી નહિ કે અમે કોઈ જ્ઞાની પુરુષ પાસે જઈએ છીએ, બહુ સારો ઉપદેશ મળે છે. આત્માનું કલ્યાણ થાય એવું છે એમ કરીને તમે ફંફેરો કરતા નહિ. ચર્ચા કરતા નહિ એટલે મારો ફેફેરો કરતા નહિ. એટલી સાવધાની રાખી છે.
મુમુક્ષુ – આ “ન્યાલભાઈ'...
પૂજ્ય ભાઈશ્રી:- હા મારે તો સીધી વાત થઈ હતી. પહેલા જ પરિચયમાં. મેં આપસે ઇતના વિશ્વાસ કરતા હુંકિ મેરે વિષયમેં આપ કિસીસે કુછ નહિ કહેંગે.” પહેલી જવખત પરિચય થયો. પછી ખ્યાલ તો આવી જાય એમને કે અહીંયાં સમ્યગ્દર્શનનો શું મહિમા છે. ગુપ્ત રહી ગયા. મારા વિષે કોઈની સાથે કાંઈ વાત કરશો નહિ. આટલો મેં તમારી પાસે વિશ્વાસ મૂક્યો છે. મૃદુ ભાષામાં બધી વાત કરી.
બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી.” બે પત્ર મળ્યા હશે પણ એમણે ના લખી નાખી છે. આ વખતે કાંઈ અમે તમને મળી શકીએ એવી પરિસ્થિતિ અમારી નથી. એમને ના લખી નાખી છે.
પત્રાંક-૬૨૫
વિવાણિયા, શ્રાવણ સુદ ૧૦, ૧૯૫૧ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી, એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું, તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમકે તેને કેટલાંક દૃષ્યતાદિકનું સહચારીપણું ઘટેછે, તથાપિ અત્રેતો તેમ થવું અશકય છે.
મન પર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી.
સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થયું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો.