________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૨
લખ્યું છે; તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો...' શું કીધું છે ? પરસ્પર સત્સમાગમમાં ભેગા થઈને, મળીને વિસ્તાર કરવો અને તે સમજવું...' વિસ્તાર કરીને સમજજો. એમ અમે કહીએ છીએ.' ચોખ્ખી આજ્ઞા છે.
મુમુક્ષુ ઃ– એમાં બધું આવી ગયું.
=
પૂજ્ય ભાઈશ્રી :– બાકી શું રહ્યું ? વાંચ્યું હતું. આ પત્ર તો એ બધા લોકોની વચમાં વાંચ્યો હતો. જુઓ ! એવો અભિપ્રાય નથી કે ખાલી વાંચી જજો અને આપસમાં કાંઈ ચર્ચા નહિ કરતા, વિચાર નહિ કરતા. એવું નથી કહેતા. બહુ સ્પષ્ટ છે.
મુમુક્ષુ ઃ– પોતે કીધું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા પોતે કહે છે. ત્યાં ‘ઈંડ૨’માં પણ વંચાણો હતો.
=
શું કહે છે ? બેમાંથી એકેય છોડવા યોગ્ય તો નથી. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તે માર્ગે ઉપદેશ આપવો ન ઘટે. એ વગેરે લખ્યું છે તે તો યોગ્ય છે. હવે એમાં શું કહેવું છે ? કે બેય હોવા જોઈએ એ તો બરાબર છે અને એ બંને સંપ્રદાયો સ્વીકારે છે. સંપ્રદાય એટલે એને અનુસરનારાઓ સ્વીકારે છે.
હવે બીજો પ્રશ્ન આમાંથી આ ઉપસ્થિત થઈ શકે કે પહેલા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો કે પહેલા ભક્તિ ક૨વી ? પહેલું શું કરવું ? કેમકે જ્યારે બે છે ત્યારે બેમાં પહેલા શું કરવું ? અથવા પ્રાધાન્ય કોને આપવું ? મુખ્યતા કોને આપવી ? આ પ્રશ્ન અહીંયાં ઉદ્દભવી શકે છે. એક વાત.
આ કોઈ એક વ્યક્તિ માટે ગમે તેમ વાત હોય, બધાને માટે આ વાત કોઈ રીતે Fit બેસે નહિ. એમણે જે વાત બાકી રાખી કે તમે લખ્યું તે યોગ્ય છે. વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા જે ઊંધું ખતવે એમ છે, અન્યથા ખતવે એમ છે, વિપરીત પડે એમ છે, ગૃહીતમાં જાય એમ છે એને તો એ માર્ગ ઉપદેશવો ઘટે નહિ. એ વાત તો ઠીક છે, યોગ્ય છે. એ જો ભક્તિમાર્ગમાં આવે એટલે સત્પુરુષ પ્રત્યે ઓઘે પણ ભલે ભક્તિમાં આવે તો એને થોડો દર્શનમોહ મંદ થશે. દર્શનમોહ મંદ થશે તો એને સિદ્ધાંત સમજવાની થોડી યોગ્યતા આવશે. તો એ વાત યોગ્ય છે.
‘તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.’ એટલે એમ કહેવું છે કે આ ભિન્ન-ભિન્ન વ્યક્તિઓ માટે એનું માર્ગદર્શન એકસરખું હોઈ ન શકે. અનેક વ્યક્તિઓ માટેનું આ વિષયનું માર્ગદર્શન એકસરખું ન હોઈ શકે. જે સારી રીતે સત્પુરુષના ચરણમાં ભક્તિથી આવ્યો છે, એ જો ત્યાં જ અટકતો હોય તો એને એ અટકવાનું સ્થાન ન બનાવવું જોઈએ. કોઈ શાસ્ત્રસ્વાધ્યાયમાં વિશેષે કરીને આવ્યો