________________
૩૭૦
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ :– એનું Analysis નહિ કરવું ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમણે તો પૂરેપૂરું જ કહી દીધું છે. થોડું અધુરું (કહ્યું નથી). એ તો એવા મહાપુરુષ હતા કે પૂરેપૂરી વાત કરી દે. તો તમે વધારે કહો છો એનો અર્થ કે એમણે અધૂરી વાત કરી છે અને બાકીની વાત તમે પૂરી કરો છો. એવો પણ એક અભિપ્રાય છે. તો કેટલાક લોકો ખાલી વાંચી જ જાય છે. આપણે સ્વાધ્યાય કરવો એટલે એનો પાઠ કરી લેવો. જેમ શ્લોક બોલી જાય એવી રીતે. એ શ્લોકના અર્થ ઉપર વિચાર ન કરવો.
જોકે એમણે પણ કેટલાક પત્રોમાં સ્પષ્ટ સૂચના કરી છે કે આજ્ઞા કરી છે કે આ પત્રને તમે વિશેષે કરીને વિચારજો. અમે સંક્ષેપમાં લખ્યું છે. આમાં ઘણો શાસ્ત્રાર્થ આવી જાય છે. ૨૫૪માં તો એમ લખ્યું, ભાઈ ! આમાં ઘણો શાસ્ત્રાર્થ, ગૂઢ શાસ્ત્રાર્થ સમાયેલો છે અને તમે વારંવાર એના ઉપર વિશેષ વિચાર કરજો અથવા વિસ્તારથી વિચાર કરજો. એ રીતે પણ એમણે આજ્ઞા આપેલી છે. પણ જેની જેટલી રુચિ હોય છે એ રુચિનો વિષય એ પકડી લે છે. પોતાની રુચિનો વિરુદ્ધ વિષય કોઈ પ્રતિપાદન કર્યો હોય તો એ લક્ષમાં આવતું નથી. અથવા તો એની અવગણના કરીને પણ મુમુક્ષુ પ્રવર્તે છે. એ દેખતભૂલ છે.
અહીંયાં ‘ગુરુદેવ’ના સમાગમમાં આવ્યા એટલે એમના સંપ્રદાયવાળા ગણો તો એ એની ટીકા કરશે કે આ બધા ખાલી ભક્તિ ઉપર ચડી ગયા છે. તત્ત્વજ્ઞાનનો કોઈ ખાસ અભ્યાસ કરતા નથી. ઓલા લોકો કહે કે એવા બધા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીને શુષ્કજ્ઞાની થઈ ગયા છે. આ લોકોમાં કોઈ શિસ્ત નથી. સામાન્ય જે જાતનું સૌજન્ય જોઈએ, જે જાતનું વાત્સલ્ય જોઈએ, જે જાતની ભાવનાઓ જોઈએ એવું કાંઈ દેખાતું નથી. આમ પરસ્પર વિચારભેદ છે અને વિચારભેદને લઈને અવગુણને આગળ કરે છે. સામાના અવગુણને આગળ કરે છે. આ સંબંધમાં યથાયોગ્ય વિચાર શું ? યથાર્થ વિચાર શું ? એવી કોઈ વાત છેડવા માટે એમણે આ પ્રશ્ન (દ્વારા) પોતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
જોકે પોતે એ વિષયમાં સ્પષ્ટીકરણ નથી આપતા. પણ એટલું લખે છે કે “તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.’ એની પ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી. એટલે તમે કહો છો તે યોગ્ય હોવા છતાં કાંઈક વિશેષ વાત પણ વિચારવા જેવી છે ખરી. એટલી વાત છે એની અંદર.
મુમુક્ષુ ઃ– જ્ઞાનમાર્ગમાં મૂલ્યાંકન ન આવપે ત્યાં સુધી ભક્તિ માર્ગ તો શૂન્ય છે.