________________
પત્રાંક-૬ ૨૭
૩૭૩ હોય અને શુષ્કતા આદિ દોષોમાં ચાલ્યો જતો હોય તોપણ એને એ અટકવાનું કારણ થશે. એટલે વ્યક્તિગત રીતે તો દરેકને માર્ગદર્શન એની જરૂરિયાત સમજીને, એની પરિસ્થિતિ સમજીને, એની યોગ્યતા સમજીને આપવું રહે છે.
જો સિદ્ધાંત કરી નાખવામાં આવે કે પહેલા જ આમ કરવું અને પછી આમ કરવું. તો એ દરેકને માટે Fit બેસતું નથી. કેમકે જે જીવ આ બાજુ આવ્યો છે એ કાંઈક એવા આદરથી તો આવ્યો છે કે મારે આત્મકલ્યાણ કરવું છે. છતાં પણ એની ભાવનાનું પડખું જો નબળું હોય છે તો એ શુષ્કતામાં આવે છે. અને ભાવનાવાળા જીવ પણ સ્વાધ્યાય આદિનો તત્ત્વજ્ઞાનનો, સમજણનો, પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરવાની ઉપેક્ષા કરે તોપણ એને માર્ગ હાથમાં આવતો નથી. એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય છે. એટલે કોની શું યોગ્યતા છે? એમાપ્યા વિના સીધે સીધું એમ સ્થાપી દેવામાં આવે કે આમ જ કરવું, પહેલા આમજ કરવું, તો એ વાત બેમાંથી એક કરવું એ તો પ્રશ્ન જ નથી. બીજું ન કરે એવો પ્રશ્ન જ નથી. પણ પહેલા શું કરવું? કોણે શું કરવું? કયારે શું કરવું? એ વાત વ્યક્તિગત યોગ્યતા ઉપર આધારિત છે. એમ ને એમ કાંઈ સિદ્ધાંત સ્થાપી દેવાય એવું નથી. એટલે એમણે
મુમુક્ષુ-ઉપદેશમાર્ગ અને ભક્તિમાર્ગ બે એક જ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઉપદેશમાર્ગ એટલે ઉપદેશબોધ. ઉપદેશબોધની અંદર ભક્તિનો વિષય મુખ્ય છે. એ ઉપરાંત વૈરાગ્ય ઉપશમ અને મુમુક્ષુતા સંબંધીનો વિષય ઉપદેશબોધની અંદર આવે.
મુમુક્ષુ-એના પેટામાં છે?
પૂજ્ય ભાઈશ્રી:-હા, એના પેટામાં છે. એ ઉપદેશબોધના પેટામાં આવી જાય છે. હવે ઉપદેશબોધની સાથે સાથે સિદ્ધાંતને રાખવામાં બહુ ફાયદો છે. સાથે સાથે રાખ્યો હોય તો. પોતે પણ સાથે રાખે છે. ૨૫૪ કાઢો ફરીથી. એમાં એક વિચારવા જેવો વિષય છે. એ દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો જ ખ્યાલ આવે નહિતર જરા સૂક્ષ્મ વિષય છે. ૨૮૯પાનું. એમણે પહેલી લીટીમાં મુમુક્ષુના ત્રણ દોષ બતાવ્યા છે.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય.” હવે આ ત્રણ મુદ્દાઓને આપણે જે અત્યારે સંબંધિત પત્ર ચાલે છે એના Angleથી-એના દૃષ્ટિકોણથી એને આપણે વિચારી લઈએ. કે “આ લોકની અલ્પ પણ સુખેચ્છા...” છે, એ મુમુક્ષુને ન હોવી જોઈએ. એટલે એક તો એને વૈરાગ્ય હોવો જોઈએ. અપેક્ષા ન હોવી જોઈએ તો ઉપેક્ષા હોવી જોઈએ એટલે વૈરાગ્ય હોવો જોઈએ,