________________
૩૫૯
પત્રાંક-૬૨૩
૬ ૨૩. “સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે.
“આજે પતું મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું?’ હવે શું છે કે એમને આગ્રહ ચાલુ રાખ્યો છે. એમણે એમ લખ્યું કે મારે ‘સાયેલા તો આવવું નથી જતાં તો કયાંય રોકાવા માગતો નથી. વળતા ક્યાંક નિવૃત્તિ ક્ષેત્રે રહેવું છે પણ એ એકાંતમાં રહેવાનો ભાવ છે. એટલી સ્પષ્ટતા કર્યા પછી ફરીને એમને પત્ર લખ્યો છે કે “સાયલા તો તમે આવો, આવો ને આવો જ. તમે ત્યાંથી નીકળો છો. કેમકે “મૂળી' સ્ટેશન આવે એમને. “સુરેન્દ્રનગર', “મૂળી', “વાંકાનેર” અને “રાજકોટ જાય. અથવા “મોરબીથી “વવાણિયા' જાય. “વાંકાનેર-મોરબી થઈને. એટલે “મૂળી ને “સાયલા નજીક છે. અહીંથી નીકળો છો તો જરૂર આવો. ચાહીને મુંબઈથી “સાયલા આવવું એ જુદી વાત છે પણ જ્યારે આવવાનું જ છે અને મૂળી' (વચ્ચે આવે છે તો જરૂરથી પધારો).
લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે.” જુઓ ! સરળતા કેટલી છે :સ્પષ્ટ નથી, અસ્પષ્ટ પણ એટલું નથી, એકલું સ્પષ્ટ નથી પણ અત્યારે જે ઉપયોગમાં છે એ તમને લખી દઉં છું.કે મારા પરિણામ આવી છે. જરાય આઘુંપાછું લખાતું નથી, કહેવાતું નથી. જેટલું જ્ઞાનમાં વર્તે છે એ પ્રમાણે લખે છે. મનમાં (છે) એવું વાણીમાં, એમ કહે છે. મનમાં કાંઈક અને વાણીમાં કાંઈક (એમ નથી). એટલો કાંટો એકદમ સમતોલ કાંટો
રહે છે.
આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો,” અમે જે પત્ર લખ્યો એના ઉપર તમારે થોડો વધારે વિચાર કરવો હતો. અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો...” પોતે નિવૃત્તિ ક્ષેત્રે રહેવા માગતા હતા. “તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. એના પર વિચાર કરશો તો “સાયલે અથવા સંબંધીમાં એટલે કે હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પતું લખવાનું બન્યું છે. મારા પત્ર ઉપર વધારે વિચાર કર્યા વગર જલ્દી-જલ્દી લાગણીથી, લાગણીવશ વધારે વિચાર કર્યા વગર થોડો વિચાર કરીને પહેલા પત્ર લખી નાખ્યો છે.
વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઈચ્છા રહે છે. વળતા આવું, એટલું મોડું નહિ, એમ કહે છે. ઈ નહિ. જતી વખતે તમારો સમાગમ થાય એમ કરશો).વળી તમે પંદર દિ “વવાણિયા રહો અને પછી વળતા આવો ત્યારે પધારો)એ