________________
પત્રક-૬ ૨૨
૩પ૭. જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય...” જ્ઞાન જેમ નિર્મળ થાય, તેમ એના ભ્રમનું પરિક્ષણપણું થાય. ભ્રમ ભાંગતો જાય. જેમ જેમ જ્ઞાન નિર્મળ થાય તેમ તેમ ભ્રમ ભાંગતો જાય. આ સ્વાધ્યાય છે એ જ્ઞાનને નિર્મળ કરવાની પ્રક્રિયા છે. સ્વાધ્યાયમાં સમજણ થાય એ જ્ઞાનને નિર્મળ કરવા માટે છે. અને એ સમજણ અનુસાર પ્રયોગ કરે તો જ્ઞાન વિશેષ નિર્મળ થઈને પોતાના સ્વરૂપના ભાવભાસનમાં આવે. તો અનુભવ સુધી પહોંચી શકે.
મુમુક્ષુ-મને બાધ નથી એવા બફમમાં રહે,...
પૂજ્ય ભાઈશ્રી - શું છે કે એ વખતે જાણે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે એ સામાન્ય જીવો જગતમાં કરે છે એ લીધા. એક થોડો કાંઈક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી જેવી રીતે બીજા સંસારી પ્રાણીઓ કરે છે એવી જ રીતે. અથવા પોતે પૂર્વે કરતો હતો તત્ત્વજ્ઞાનના અભ્યાસ પહેલા એવી રીતે કરે છે. એ જીવોનો એક જુદો ભેદ પાડીને લઈ લીધા. આમ તો જે વાત છે એ તો તેની તે જ છે. પણ પેલાને શું થયું ? કે પેલા તો સમજતા નથી. એટલે અજાણ્યે અપરાધ કરે છે અને એનું અનંતાનુબંધીનું ફળ ભોગવે છે. આને ખબર પડી કે અનંતાનુબંધી શું કહેવાય ? દર્શનમોહ શું કહેવાય ? સમ્યગ્દર્શન શું કહેવાય ? સમ્યજ્ઞાન શું કહેવાય ? પુરુષાર્થ શું કહેવાય? એ બધું સમજાણું, સમજવામાં આવ્યું. જ્ઞાનીઓ દ્વારા, સન્શાસ્ત્રો દ્વારા, ગ્રંથો દ્વારા સમજ્યા પછી એને એમ થયું કે હું તો સમજું છું અને એ પ્રવૃત્તિ એમનેમ ચાલુ રહી. જે પહેલા હતી એ જ પ્રકારે. એવા જ રસથી.
કહે છે કે એને ઉદાસીનતા હજી આવી નથી, રુચિ એની બદલાણી નથી તો ત્યાં અનંતાનુબંધી સંભવે છે. એ જીવ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને, આજ્ઞા જાણી તોપણ આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવા માગે છે. ખબર પડી કે આ જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તોપણ તોડવા માગે છે. એને ભવભ્રમણનો ભય નથી ખલાસ થઈ ગયો.
મુમુક્ષુ-મોટો અપરાધ. પૂજ્ય ભાઈશ્રી:-મોટો અપરાધ થઈ ગયો. મુમુક્ષુ બફમમાં રહે છે. પૂજ્ય ભાઈશ્રી – મોટું બફમ થઈ ગયું. એટલે એને તો નીકળવું ભારે પડશે. ઓલો હજી છૂટશે. આને છૂટવું ભારે પડશે.
મુમુક્ષુ –એનો ઓથ ભેછે? પૂજ્ય ભાઈશ્રી - એની ઓથ લ્ય છે. મને જ્ઞાન છે. હું તો સમજું છું. આ બધો