________________
પત્રક-૬૨૨
૩૫૫
પુરુષાર્થ. પુરુષત્વ એટલે પુરુષાર્થ). જો જીવ સંશી પંચેન્દ્રિય છે અને પુરુષાર્થ કરવા માગે તો એનાથી થઈ શકવા જેવું છે. રસ ઘટાડવો હોય તો ન ઘટાડી શકે એવું કાંઈ નથી. એક કષાયથી બીજા કષાયનો રસ ઘટે છે. એક કષાય તીવ્ર થાય તો બીજા કષાયનો રસ ઘટી જાય છે. આમ માન કષાય મૂકે છે પણ ક્યાંક લોભની વિશેષ આવવાની પરિસ્થિતિ થઈ જાય તો ભાઈસાબ.. ભાઈસાબ... કરવા માંડે પાછો. સાહેબ.. સાહેબ કરવા માંડે. માન મૂકીને દીનતા કરવા માંડે. એટલે એક કષાય આગળ બીજા કષાયનો રસ ઘટે છે તો હવે તારે આત્મહિતના લક્ષે ૨સ ઘટાડવો છે, આત્માના કલ્યાણના અર્થે ૨સ ઘટાડવો છે. જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરવા માટે રસ ઘટાડવો છે, મોક્ષમાર્ગમાં પ્રવેશ ક૨વા માટે ૨સ ઘટાડવો છે તો સમજણથી ઘટાડ તો શું ખોટું છે ? ભવભ્રમણની નિવૃત્તિ કરવા માટે એટલું કરવું પડતું હોય તો શું ખોટું છે ? ઓલું તો એક વર્તમાન થોડા ફાયદા માટે તું એક કષાયનો રસ ઘટાડે છે, ત્યાં બીજો કષાય તીવ્ર થાય છે. તો અહીં જ્ઞાનને મુખ્ય કરીને ઘટાડ કે મારા ભવભ્રમણનો નાશ કરવો છે માટે મારે ૨સ તોડવો છે. એટલે એવું પુરુષાર્થપણું કરે તો થઈ શકવા યોગ્ય છે.
છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની...' હજી જ્ઞાન તો મિથ્યા છે. ભલે સમજ્યો હોય પણ જ્ઞાન મિથ્યા છે. એ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની' અથવા હું સમજું છું એમ માની. એ હું સમજું છું એમાં એની તો જ્ઞાનદશા આવી ગઈ. મને ખબર છે, હું સમજું એમાં એને જ્ઞાનદશા છે. એમ માની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે.’ એને અનંતાનુબંધી છે. આમ અનંતાનુબંધીને ઓળખવો. ઓળખાણ કરાવી છે કે અનંતાનુબંધી કેવી રીતે ઓળખવો. એનું સ્વરૂપ શું ? પોતાના પરિણામથી, બુદ્ધિપૂર્વક નક્કી કરવું હોય તો આ રીતે નક્કી કરવું, એમ કહે છે. મુમુક્ષુ :– પોતે પરીક્ષક થઈ શકે.
=
પૂજ્ય ભાઈશ્રી :- કરવું જ જોઈએ. પોતાના પરિણામોને જોઈને પોતે ઓળખવાની, પરીક્ષા કરવાની કેળવણી લેવી જ જોઈએ, ક૨વી જ જોઈએ. ખરેખર તો બીજો કોઈ ઉપાય જ નથી. ખરેખર તો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષીણપણું સંભવે.’ જ્ઞાનદશા છે એ જાગૃતદશા છે અને અજ્ઞાનદશા છે એ સ્વપ્નદશા છે. સ્વપ્નદશા છે એટલે શું ? કે જે એ સ્વપ્નમાં અશકયને શકય કરીને અનુભવ કરે છે એમ આ પણ અશકયને શકચ કરીને અનુભવ કરે છે. જેમ કે આત્માને પુદ્દગલ પરમાણુ પ્રવેશ કરી શકતા નથી. છતા મેં ખાધું. અને ખાતા ખાતા એવી મજા