________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૧ લખ્યું છે પણ કેવી સરસ વાત કરી છે!
“પણ જ્યાં ભોગાદિને વિષે...” એટલે આદિ કોઈપણ ઉદયને વિષે. ભોગાદિ અથવા બીજા કોઈપણ ઉદયને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે. જે નિર્બસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ “અનંતાનુબંધી’ સંભવે છે. તમારે અનંતાનુબંધીની પ્રકૃતિ ઓળખવી હોય તો, અનંતાનુબંધીની પ્રકૃતિને ઓળખવી હોય તો તમે કેવી રીતે ઓળખશો ? કે જેના આગળિયા વિનાના નિર્ધ્વસ પરિણામ છે એને અનંતાનુબંધી છે. જેને ભવભ્રમણનો ભય છે, જ્ઞાનીની આજ્ઞા શિરોમાન્ય કરવી છે, શીરોધાર્ય કરવી છે એને અનંતાનુબંધી હોય તોપણ એ અહીંયાંથી પાછો વળવા માગે છે. તે તીવ્ર રસ કરીને પરિણમતો નથી.
“તેમ જ.. એક તો એ ઉદયભાવના રસનો વિષય લીધો. એ ઉપરાંત બીજી વાત કરે છે. તેમ જ હું સમજું છું, “મને બાધ નથી. આ બધી વાત પહેલા નહોતો સમજતો, હવે મને બધી વાત સમજાય છે તેથી મને હવે બાધ નથી, વાંધો નથી. “એવા ને એવા બફમમાં રહે... જુઓ! કેવો શબ્દ વાપર્યો છે! ચોખ્ખો કાઠિયાવાડી શબ્દ છે. “એવા ને એવા બફમમાં રહે એને શાસ્ત્રની બે વાત જ્યાં સમજાય છે ત્યાં એને એમ થાય છે કે હું સમજું છું. એ એવા ને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે', એના પરિણામમાં જો સમજાણું હોય તો એનો રસ તૂટવો જોઈતો હતો. સમજણ એટલે જ્ઞાન.
જ્ઞાન શું કામ કરે છે ? કે જ્ઞાન સ્વરૂપની રુચિ ઉત્પન્ન કરે છે અને વિભાવની. અરુચિ ઉત્પન્ન કરે છે. અનાદિથી જે વિભાવની રુચિ છે, વિભાવમાં રાગની રુચિ છે એની અરુચિ ઉત્પન્ન કરે છે અને સ્વરૂપની રુચિ ઉત્પન્ન કરે છે. તો એને તો નિવૃત્તિ ઘટે. એની અરુચિનો વિષય થાય એમાંથી તો એને રસ તૂટે. એના બદલે હું સમજું છું માટે મને વાંધો નથી, મને જ્ઞાન છે માટે મને વાંધો નથી એવી રીતે પૂર્વવત્ પ્રવૃત્તિ કરે છે. નિવૃત્તિ નથી કરતો એટલે શું કરે છે? પૂર્વવતુ. આ સમજણ પહેલા પણ એમ જ કરતો હતો, હજી પણ એમ જ કરે છે. વચ્ચે અનિષ્ટ શું દાખલ થઈ ગયું? કે હું સમજું છું એવું બફમ વચ્ચે આવી ગયું. કે હવે તો હું સમજું છું. તું સમજતો હોય તો તારા રસમાં શું ફેર પડ્યો? આ સીધી વાત છે. તપાસી જો. તપાસ્યા વગર કેમ ખબર પડશે ? એટલે એવીજપ્રવૃત્તિ ચાલુ રાખે છે અને નિવૃત્તિ ઘટે છે.
અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય.” છે. પુરુષત્વ એટલે