________________
પત્રાંક-૬૨૨
૩પ૩ વાત જુદી છે. સામાન્ય રીતે. જીવ એના માટે નહિ કરવાના માઠા પરિણામ કરે છે. ખુલ્લી વાત છે. એ બધા નિર્ધ્વસ પરિણામ છે કે જે પરિણામ કરતા એને ભવભ્રમણનો ભય નથી.
મુમુક્ષુ – એટલે એ ભવભ્રમણના ભયથી ડરતા ડરતા પરિણામ કરે.
પૂજ્ય ભાઈશ્રી:-પરિણામ કરે. પછી એ લોભ હોય અને માન હોય. એ બે પ્રકૃતિ વિશેષ છે. લોભને કારણે અથવા માન પ્રાપ્તિને કારણે અથવા કોઈ અર્થ ઉપાર્જન, પૈસાને કારણે બે ચીજ એને જોઈએ છે. મનુષ્યભવમાં લોભ જતો કરવો સહેલો છે પણ માન જતું કરવું સહેલું નથી. એને ભવભ્રમણનો ડર નથી એમ કહે છે. ભવભ્રમણનો ભય નથી એ ખરેખર તો મુમુક્ષુ જ નથી. મુમુક્ષુને ઓછામાં ઓછો ભવભ્રમણનો ભય હોવો જોઈએ. કે મારા ભવનું શું? આ પરિણામ કરતાં મારા ભવનું શું? આગળના ભવોનું શું થાશે? આટલો ઓછામાં ઓછો એને ભય હોવો જરૂરી છે. નિર્ભય થઈને પરિણામ કરે તો એને અનંતાનુબંધીના નિર્ધ્વસ પરિણામ કહેવામાં આવે છે.
મુમુક્ષુ – જ્ઞાનીને ઉપર રાખે, જ્ઞાનીને કાયમ માથા ઉપર રાખવા.
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાનીને તો માથા ઉપર રાખવા જ જોઈએ. નહિતર એની આજ્ઞા ઉપર પગ મૂકીને એને ચાલવું છે. આ સીધી વાત છે. અને એ નિર્ધ્વસ પરિણામ
મુમુક્ષુ-એ પ્રમાણે રાખે તો એ અંકુશમાં આવે. *
પૂજ્ય ભાઈશ્રી :- તો અંકુશમાં આવે. એને ભય લાગે. જ્ઞાનીપુરુષની અથવા શ્રીગુરુની વિદ્યમાનતામાં મોટો ફેર પડે છે. કેટલાક પ્રસંગ બની શકે જનહિ. બની શકે જ નહિ. પૂજ્ય બહેનશ્રીએ બહુ સરસ વાત કરી હતી. ગુરુદેવના ગયા પછી સોનગઢમાં એક મહિનો જરા ખળભળાટ થયો. પહેલા મહિનાની પૂજા ઉપર. મુમુક્ષુએ સૌએ ગુરુદેવને હૃદયમાં પ્રત્યક્ષ રાખવા. ભલે અહીંથી પરોક્ષ થઈ ગયા હોય તોપણ હૃદયમાં બધાએ પ્રત્યક્ષ રાખવા. બસ ! જો આ એક આજ્ઞા માને (એટલે) હજાર ભૂલમાંથી બચી જાય, સેંકડો ભૂલમાંથી બચી જાય. મારે તો પ્રત્યક્ષ બિરાજે છે. એબિરાજતા હોય અને હું આમ કરુંખરો? બસ! આટલું જોવે તો વાત પૂરી થઈ જાય.
મુમુક્ષુ:- એક વાક્યમાં ઘણું કહી દીધું.
પૂજ્ય ભાઈશ્રી - એક વાક્યમાં તો બધી વાતનો સરવાળો મારી દીધો. શું કરવું અને શું ન કરવું? બધો સરવાળો આવી ગયો. નિર્બસ પરિણામ ન થાય. પરિણામ અંકુશમાં રહી જાય. કેવી સરસ વાત કરી છે ! “ત્રિભુવનભાઈને એક Post card