________________
પત્રાંક-૬૨૨
૩૫૧ પછી અનંતાનુબંધી ચાલ્યો ગયો. એક ચોકડીનો અભાવ થયો. અજ્ઞાનીને તો હોય જ ને. આ ચારિત્રના પરિણમનમાં, ચારિત્રગુણના પરિણમનમાં આવી રીતે પોતે નિરર્ગળ પ્રવૃત્તિ કરે છે અને અજ્ઞાન દશા છે એટલે વાંધો નથી. જાણે કે વાંધો નથી. એવો એની અંદરથી આશય નીકળે છે. તો જ્ઞાની ના પાડે છે. એમ ન હોય, એમન થાય.
અજ્ઞાનદશાની ભૂમિકામાં પણ તારું અહિત શેમાં છે અને હિત શેમાં છે એની યથાર્થ સમજણ કરીને મંદ રસ પરિણામયુક્ત પ્રવૃત્તિ સંભવે છે. નિર્મળ પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી. નહિતર જ્ઞાનીની આજ્ઞા ઉપર તે પગ મૂક્યો છે. આ પગ મૂકવા માગતો નથી તું. એમાંથી પગ ઉપાડી લેવા માગે છો), અનાદિથી મૂક્યો છે એ તું છોડી દેવા માગે છે. જુદી વાત થઈ જાય છે. ઓલી જુદી વાત થઈ જાય છે, આ જુદી વાત થઈ જાય છે. ભલે અનંતાનુબંધી ત્યાં હોય તોપણ.
મુમુક્ષુ – જ્ઞાનીની આજ્ઞા માને તો દર્શનમોહ મંદ થાય. દર્શનમોહ મંદ થાય તો ચારિત્રમોહમંદ થાય જ.
પૂજ્ય ભાઈશ્રી :- થાય જ. અને કદાચ કોઈ પ્રસંગે ઊગ્ર થઈ ગયો હોય તો એને એટલો હિસાબ ગણવા જેવું નથી, જેટલો ચારિત્રમોહનો હિસાબ ગણવાની છે. આવી જ ભૂલ એક જ્ઞાનના ક્ષયોપશમમાં જીવો કરે છે, કેટલાક વિદ્વાનો કરે છે. જ્ઞાનીને મતિશ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે અને અમને પણ મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે. વળી કેટલાક જ્ઞાની કરતા તો અમારો એવો સરસ ઉઘાડ છે કે એને અર્થન આવડે એવો અર્થ અમે ગાથાનો અર્થ, શાસ્ત્રનો અર્થ સમજીએ છીએ. એમનું તો અમારા જેટલું મગજ નથી. છે તો મતિ-શ્રુતને? એવું નથી.
એનું મતિ-યુત નિર્મળ છે અને તારું મતિ-શ્રુત દર્શનમોહ અને ચારિત્રમોહથી મલિન છે. એમાં બહુ મોટો ફેર છે. અંધારા-અજવાળા જેટલો ફેર છે. અને મુમુક્ષુની ભૂમિકામાં પણ જેટલો દર્શનમોહ મંદ છે, જેટલો દર્શનમોહનો અનુભાગ યથાર્થ સમજણથી, યથાર્થ પદ્ધતિથી, પ્રયોગાદિની કાર્યપદ્ધતિથી કાપ્યો એટલે એની ભૂમિકાનું જ્ઞાન, મુમુક્ષુની ભૂમિકાનું જ્ઞાન નિર્મળતાને પામે છે. કે જે નિર્મળતાને વશ જીવને પોતાના સ્વરૂપનું ભાવભાસન થાય. આમ પ્રકાર થાય છે. મતિ-શ્રુતનો ઉઘાડ છે, મતિશ્રુતનો એવું જાડું લઈ લ્ય. બધાયને મતિ-શ્રુતનો ઉઘાડ છે, બધાયને મતિ-શ્રુતનો ઉઘાડ છે, એમ લેવા જેવું નથી.
“જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્રતન્મયપણે પ્રવૃત્તિ થાય. કોઈપણ જાતની દરકાર વગર,ચિંતા વગર, ભય વગર.