________________
પત્રોક-૬ ૨૨
૩૪૯
પત્રાંક-૬૨૨
મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશોઃ
ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદ પરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે. જે નિર્બસ પરિણામ કહ્યાં છે તેવા પરિણામ વર્તે ત્યાં પણ “અનંતાનુબંધી સંભવે છે. તેમ જ હું સમજ છું, “મને બાધ નથી', એવા ને એવા બફમમાં રહે, અને ભોગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે.
જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વખદશાનું પરિક્ષણપણું સંભવે.
૧. પત્રાંક ૬૧૩
તા. ૧૫-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૨૨ થી ૬૨૪
પ્રવચન નં. ૨૮૪
પત્ર છે ૬૨મો. પાનું ૪૭૭. અનંતાનુબંધીનો બીજો પત્ર છે. અનંતાનુબંધી કષાયના વિષયમાં એક પત્ર ૬ ૧૩ આગળ ચાલી ગયો છે.
“અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો:- એ સંબંધીનો સ્પષ્ટ અહીંયાં વિશેષ અર્થ છે એટલે સ્પષ્ટ સમજાય એવો
અર્થ છે.
‘ઉદયથી.’ ઉદયથી એટલે ઉદાસભાવસંયુક્ત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને