________________
૩૪૮
રાજહૃદય ભાગ-૧૨ જેવી નથી. આ વાત પણ તમારે પ્રસંગ જોઈને, સામાની પરિસ્થિતિ જોઈને આ વાત પ્રત્યે તમે એનું લક્ષ દોરજો. કે ભાઈ ! પોતે કાંઈ નથી ઇચ્છતા. તમે જરા સંભાળજો. જેટલો સમાગમ મળે એમાં સંભાળીને જે તમને આત્માને હિત થાય એવું કરી લેજો. પણ એવું કાંઈ ન કરતા કે જેથી એ તમને કહે કે હવે ભાઈ! મારે તમારી વચ્ચે આવવું નથી એમ ન થઈ જાય. તમે ધ્યાન રાખજો. તમે પણ બહારમાં એ જાતનું Adjustment રાખજો. એકદમ એવી રીતે નહિ લાગી પડતા કે જેથી અમને એકદમ તીવ્ર વૃત્તિ થઈ જાય કે છોડો આ બધાને હવે. ચાલ્યા જાવ ક્યાંક ગુફામાં. એવું થાય નહિ ક્યાંક એટલે તમને ભલે ગુણ પ્રગટેલા લાગે, ભક્તિ આવે, સંભવિત છે. એ પણ અસ્થાને વિષય નથી. એટલે એટલું લીધું છે કે તમે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ તમે કરવા યોગ્ય છો. એટલે ત્યાં એને એનો ભક્તિ-વિનય છે અને સ્થાપ્યા છે. એટલે એ એના તરફથી વાત છે, એના પક્ષે વાત છે. મારા પક્ષે આમ વાત છે, તમારા પક્ષે આમ વાત છે. બે પરસ્પર વિરુદ્ધ છે. સંભાળીને ચાલવાનું છે.
તમને વિનય-ભક્તિ આવે. એ ભૂમિકામાં જો ન આવે તો કાંઈ કામ થાય એવું નથી. એ વાત બહુ સ્પષ્ટ છે. એ તો પુરુષના વિનય-ભક્તિ માટે તો ઠામ ઠામ (અનેક) જગ્યાએ લખ્યું છે. પણ અમારા પક્ષે વાત સાવ બીજી છે અને તદ્દન વિરુદ્ધ છે. એ પણ તમારે ધ્યાનમાં રાખવાની વાત છે. એમ એટલું લખવા માટે એમને થોડો સંક્ષેપ થયો છે. થોડું મને સંકોચાડ્યું છે તોપણ લખી નાખ્યું છે. લાવ જરા હવે સ્પષ્ટ લખી નાખીએ છીએ. માટે હવે તમે કોઈ અમારો પ્રચાર કરતા નહિ અને સમાગમમાં આવો તોપણ આ બધું સમજીને આવજો, ધ્યાન રાખજો, લક્ષ રાખજો. અમારી આ વૃત્તિ છે. આ અમારી સમજણ છે, આ અમારી યોગ્યતા છે, આ અમારો પ્રકાર છે. બધું ચોખું કરી નાખ્યું.(અહીં સુધી રાખીએ)
જ્ઞાનીપુરુષના વચન આગમ જ છે. તેવો દૃઢ વિશ્વાસ ન હોય તેને શાસ્ત્રની. સાક્ષી મેળવવાનો વિકલ્પ આવે છે તે શાસ્ત્ર સંજ્ઞા' નામનો દોષ છે – આવો દોષ સ્વચ્છેદરૂપ હોવાથી મહાદોષ છે. જેમાં જ્ઞાની પ્રતિ અવિશ્વાસ રહ્યો છે.
(અનુભવ સંજીવની–૧૪૬૩)