________________
૩૫૬
રાજહૃદય ભાગ-૧૧ આવી. રસથી ખાધું હોય. આ જ તો ખીર બહુ સારી હતી. ભાવતી હતી અને મેં ખાધી. સ્વપ્નની દશા છે, એમ કહે છે. બીજા પરિવારના સભ્યો અને શરીરાદિ. આ મારા છે, બીજા મારા નથી. આટલા મારા છે અને આ સિવાયના મારા નથી. વગર વિકલ્પ ભેદજ્ઞાન કરે છે કે નહિ? મિથ્યા ભેદજ્ઞાન. આટલા મારા છે અને આ સિવાયના મારા નથી. વિકલ્પ નથી કરવો પડતો. તે સ્વપ્નદશા છે એમ કહે છે. કેદિ તારા હતા?
મુમુક્ષુ:- “ગુરુદેવ' બધાને “મારા' જ કહેતા.
પૂજ્ય ભાઈશ્રી:- હા. ગુરુદેવ’ કહેતા કે એ તારા “મારા છે. એ તને મારશે. પણ પરમાધામી એવા જ હોય છે. જેનારકીમાં પરમાધામી મારે છે એ પૂર્વના સંબંધી હોય
ગુરુદેવ’ દાખલો આપતા હતા. એક માણસ માંદો પડ્યો. વાણિયાનો કોઈ ... હશે. વાણિયા તો માંસાહાર કરે નહિ પણ તે દિ' એવું કાંઈક થઈ ગયું હશે. ડૉક્ટર કીધું કે ભાઈ! એને શરીરમાં ઘણી નબળાઈ વર્તાય છે. ઈંડા-બીંડા ખવડાવો. શિયાળો છે, શક્તિ આવી જશે. ઓલા દર્દીને એમ ચોખ્ખું કહે કે તને ઇંડા ખવડાવ્યા છે. આપીએ તો ના પાડે. એટલે એના ખોરાકમાં જે બનાવે એમાં ઇંડાનો રસ નાખી દે અને ખવડાવ્યા. બેયનરકમાં ગયા. પછી જેણે ખવરાવ્યા હતા એને ઓલો પરમાધામી થઈને મારે છે. બેયને અવધિજ્ઞાન છે. પેલો કહે), પણ આપણે તો ભાઈઓ હતા અને મેં તને સાજો કરવા માટે ખવડાવ્યા હતા. એને જ્ઞાનમાં ખ્યાલ આવે કે શું કરવા અહીંયાં આવ્યા. ઠીક, આપણે આ પાપ કર્યું છે. આપણે તો ભાઈઓ હતા તું મને કાં માર? કહે છે, પણ તેં મને ખવડાવ્યું. મારે ક્યાં ખાવું હતું ? તેં મને ખવડાવ્યું એટલે તને મારું છું હવે તું મને અહીંયાં લઈ આવ્યો. ‘ગુરુદેવ એક દાખલો આપતા હતા. એવી રીતે થાય. એ મારા તો મારે જ છે. એમ કહે છે. એને લઈને પાપ કરે છે. કુટુંબ, પરિવાર માટે પાપ કરે છે.
મુમુક્ષુ –ધૂતારાની ટોળી કહે છેને.
પૂજ્ય ભાઈશ્રી – હા. નિયમસાર'. એ બધી સ્વખદશામાં પ્રવૃત્તિ થાય છે. પોતાના જાણ્યા છે એ સ્વપ્નમાં જાણ્યા છે. એ તારા થઈ શકે કેવી રીતે? બીજો આત્મા તારા આત્માનો કેવી રીતે થાય? એ તો કોઈ સંભવિત નથી. એ તો એક તારી સ્વપ્નાની વાત છે. જાગ તો તને ખબર પડે કે તું પણ આત્મા છો અને એ પણ એક આત્મા છે. ભિન્ન-ભિન્ન આત્મા છે. કોઈના આત્માનો કોઈનો આત્મા કોઈ રીતે કાંઈ થઈ શકે એવું નથી.