________________
ઉપર
જહૃદય ભાગ-૧૨ ભવનો ભય તો હોવો જોઈએ ને. મુમુક્ષુ તો એ છે કે જેને ભવભ્રમણનો ભય છે. જેને ભવભ્રમણનો ભય નથી તે મુમુક્ષુ નથી. નામધારી હોઈ શકે છે, બાકી મુમુક્ષુ નથી.
જ્યાં ભોગાદિને વિષે તીવ્રતન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા. સંભવે નહીં, મારે જ્ઞાનીના માર્ગે ચાલવું છે, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું છે એનો કોઈ Control નથી. જ્ઞાનીની આજ્ઞાનો અંકુશ એના પરિણામ ઉપર નથી. નિરંકુશ પરિણામ વર્તે છે. તે નિરંકુશ પરિણામ આત્માને ઘણા દુઃખરૂપ છે, ઘણા દુ:ખનું કારણ પણ થાય છે. એટલે નિર્ભયપણે એમ)વાત લીધી છે.
પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે છે કે એને કાંઈ ભય નથી. ભવભ્રમણનો કોઈ ભય નથી. જે નિર્ણસ પરિણામ કહ્યાં છે; એને નિર્ધ્વસ પરિણામ કહ્યા છે. ૬૧૩માં લીધું છે ને ? નિર્ધ્વસ પરિણામ શબ્દો વાપર્યો છે એમણે ૬ ૧૩માં. પાનું-૪૭૨. ત્યાં નિર્બસ શબ્દનો અર્થ ચોખ્ખો કરવો હોય તો... ત્યાં ન થાય એટલે અહીંથી લીધું છે. જે સ્થાનેથી વિશેષ અવજ્ઞા થાય, થાય, અશુભભાવ થાય, આગ્રહ થાય... “જ્ઞાનીના વચનમાં નિર્બસ. ચોથી લીટીમાં છેલ્લો શબ્દ છે.
અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતા...... હવે એ કઈમર્યાદા છે અહીંયાં ? કે મંદરસની મર્યાદા તોડીને તીવ્ર રસ કરીને સ્ત્રીપુત્રાદિને ઇચ્છતા નિર્વસ પરિણામ કહ્યા છે. એ નિર્ધ્વસ પરિણામ છે. તે પરિણામે પ્રવર્તતાં. પણ “અનંતાનુબંધી હોવા યોગ્ય છે.'
મુમુક્ષુ:-નિર્ધ્વસ એટલે તીવ્ર પરિણામ. પૂજ્ય ભાઈશ્રી :- નિર્ધ્વસ એટલે નિર્ભય થઈને પ્રવર્તે. નિર્ભય થઈને. ભવભ્રમણના ભય વગર. જ્ઞાનીના આજ્ઞા ઉપર પગ મૂકું છું એ જાતની એની દરકાર કર્યા વિના. જ્ઞાનીની આજ્ઞાની દરકાર કર્યા વિના.
મુમુક્ષુ –એકદમ Careless.
પૂજ્ય ભાઈશ્રી :- હા. પોતાના હિત-અહિતની કોઈ જાગૃતિ વિના અને ભવભ્રમણના ભય વિના.નિર્બસ પરિણામને આ બધા પ્રકાર લાગુ પડે છે.
સામાન્ય રીતે જીવ જગતમાં (જેમાઠા પરિણામ કરે છે એ પોતાના દેહની અનુકૂળતા, દેહાત્મબુદ્ધિથી અને દેહને અનુકૂળ એવા સ્ત્રી-પુત્રાદિ. બીજી વ્યક્તિઓ જે એની નજીકમાં-સમીપમાં છે. કે આ મને મારા અનુકૂળતાના દેનારા છે. મને અનુકૂળ રહેનારા છે. હોય કે ન હોય બીજી વાત છે. આ તો સામાન્ય રીતે (આમ હોય). કોઈકની