________________
૩૪
ચજહૃદય ભાગ-૧૨ અનંત નામ થઈ ગયા. કોઈ નામ પણ જાણતા નથી. અને સમ્યગ્દર્શનની વાત કરો, પંચમ ગુણસ્થાનની વાત કરો તો અઢી દ્વીપની બહાર સ્વયંભુરમણસમુદ્રમાં અસંખ્યાત સમ્યગ્દષ્ટિઓ અત્યારે હયાત છે. કેટલા? કરોડો-અબજોથી બહાર આગળ જાવું પડે. અસંખ્યાત સમ્યગ્દષ્ટિ અત્યારે છે. માટે સમ્યગ્દર્શન થઈ ગયું એટલે કાંઈ બધું થઈ ગયું, આગળ થઈ ગયું કાંઈ, અમને તો એવું કાંઈ લાગતું નથી.
મુમુક્ષુ -એ જવાત અહીં લીધી છે.
પૂજ્ય ભાઈશ્રી:- એ વાત લીધી છે, એ વાત અહીં લીધી છે. બેઠા એમાં કોઈએ. પાછળ તકિયો આપ્યો. આ તો વિનય કરવાની પદ્ધતિ છે જરા. પાછળ જરા તકિયો રાખો, સરખી રીતે આરામથી બેસાય. કાંઈ નહિ. આટલી બધી મુસાફરી કરીએ છીએ.
ક્યાંક કેવી રીતે રહેવું પડે છે, ક્યાંક કેવી રીતે રહેવું પડે છે. “કભી કૈસા રહના હોતા હૈ, કભી કૈસા રહના પડતા હૈ.' કાંઈ નહિ. એવું માન એને મળે એ પોતે ઇચ્છતા નથી. અંતરથી જ ઈચ્છતા નથી. એમ છે ખરેખરતો.
મુમુક્ષુ- “સુનના સુનાના નુકસાનકા ધંધા હૈ'.
પૂજ્ય ભાઈશ્રી:- હા. “સુનના ઔર સુનાના દોનોં નુકસાન કા કારણ હૈ. પોતે પણ એકાંતથી પોતાનું સ્વરૂપસાધન કરવા માગે છે. અને પોતે અવિરત સમ્યગ્દષ્ટિ છે એટલે બીજા સંસારી જેટલી જ એની ખાણી, પાણી, રહેણી, કરણી અને બહારની જરૂરિયાતો દેખાય છે. તો અંદરમાં એ પોતાના આત્માને નિંદે છે કે નિરાલંબ નિરપેક્ષ એવું આ મારું તત્ત્વ અને આટલા બધા અવલંબન શેના? એને તો ખેદ છે. એ વિષયનો એને પોતાને ખેદ વર્તતો હોય છે. ખેરવર્તે છે. અને એ રીતે બધું આખી એની વિચારણા ચાલે છે. બીજા માન આપે,વિનય કરે એ ખાતું જુદું એનું. એનું એ જાણે, મારે શું પણ ? મારા ખાતામાં મારે શું સમજવાનું છે? તમે એમ કહો કે ભાઈ ! તમે મોટા કરોડપતિ. પણ મારે તો ખીસામાં નોટ હોય એટલું સમજવાનું ને ? કે ભલે આબરૂ કરોડપતિની હોય પણ આપણી પાસે જે છે એ આપણને ખબર છે. બીજા કરોડપતિ કહે એટલે પચાસ લાખનું દાન દઈ દે તો દેવાદાર થાય. શું થાય? કાંઈ હોય તો નહિ. એટલે એ પોતે બરાબર સમજે છે કે મારી શું સ્થિતિ છે અને મને શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ.
“તે ભક્તિની યોગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે... આ મેં બહુ વિચાર કરીને નક્કી કરેલી વાત છે. અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું