________________
૩૪૫
પત્રાંક-૬૨૧ ચિત્ત રહ્યા કરે છે;” બીજાના પરિચયમાં અને સમાગમમાં જ આવવું નહિને. એનાથી દૂર જ રહેવું. સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે, તેમ જપત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. એને પત્ર લખવાની પણ ઇચ્છા થતી નથી. એને એમ થાય કે પત્ર આવે એને જવાબ દેવો એવું કાંઈ નહિ. આપણે અંદરથી આપણું કામ કરવામાં સમય વ્યતીત કરો. આમાં શું છે કે એક ડોક્ટર હોય અને બહારમાં રોગ ફાટી નીકળ્યો હોય. દવા લેવા માટે ટોળાં બહાર બેઠા હોય. ડૉક્ટરની શું દશા થાય? માંદો પડે. શું થાય? કેમકે એને સતત એક પછી એક, એક પછી એક. કોઈ ખૂટતા જ
નથી.
એમ એ જોવે છે કે જગતની અંદર આત્માના રોગી કેટલા?આખું જગત રોગી છે. તો મારે કેટલાને સમજાવવા છે? કે તારે તો હજી અહીં બાકી છે એ પૂરું કરવાનું છે. હું સમજ્યો. સમજીને તારે તારું આગળ પૂરું કરવાનું બાકી છે કે તારે હજી લોકોને સમજાવવાનું બાકી છે ? કરવું છે પહેલાં? એ વિષયનો ઉદય હોય તોપણ જ્ઞાની મર્યાદા રાખે છે, એને Break મારતા જાય છે અને પ્રવૃત્તિ અને પરિણામમાં એને સંકોચ થતો જાય છે. એ એની અંદરની બહુ નિર્ણય કરેલી પરિસ્થિતિ હોય છે. એ વિષયમાં પણ એમણે નિર્ણય કરી નાખ્યો હોય છે. એટલે કહે છે કે બહુવિચારથી. એમ.
બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. તમે પણ મારો વિચાર કરજો. થોડોક મારો વિચાર કરજો. અને મારા ઉપર થોડો કૃપાભાવ રાખજો, એમ કહે છે. ક્યાંક ક્યાંક લખે છેને? કૃપા રાખજો.
પ્રશ્ન-સમાધાનાદિલખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. એ પણ વિકલ્પ બહુ ઓછો આવે છે એટલે એ ઉદય પણ ઓછો છે એમ અમે સમજીએ છીએ. ઉદીરણ કરીને પ્રવૃત્તિ કરવાની ઇચ્છા નથી એટલે એ પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે; વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી એટલે એમાં વિશેષ જાગૃતિ રાખ્યાથી. વેપાર-ધંધો વિશેષ લક્ષથી કરવો એમ નહિ પણ વ્યાપારાદિઉદયમાં વેચવામાં એટલે અનુભવ કરવામાં વિશેષ લક્ષ રાખવાથી. એટલે અંતરનું લક્ષ વિશેષ લક્ષ રાખવાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે. બીજી પ્રવૃત્તિ જે બહારની શુભ પ્રવૃત્તિ છે તે સહેજે ઘટી શકે છે. એમ વિચારથી